ભારતમાં દર વર્ષે જન્મનાં 28 દિવસમાં 6 લાખ નવજાત શિશુઓનાં મોતઃ UNICEF

દુનિયામાં નવજાત બાળકોનાં મૃત્યુદરની સ્થિતિ હવે ભયજનક છે. દર વર્ષે જન્મ લેનાર બાળકો માત્ર 28 દિવસની અંદર જ મોતને ભેટે છે. જેમાં 1/4 એટલે કે છ લાખ બાળકો મોતને ભેટે છે. ભારતમાં મૃત્યુ પામનાર નવજાત બાળકોનાં મોતનાં આંકડા દુનિયામાં સૌથી વધારે છે.

યૂનિસેફનો તાજેતરમાં આવેલ રિપોર્ટ એવરી ચાઇલ્ડ અલાઇવમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. 184 દેશોમાં કરવામાં આવેલ અભ્યાસનાં રિપોર્ટ અનુસાર 80 ટકા બાળકોનાં મોતનું કારણ કોઇ ગંભીર બીમારી નથી હોતી.

વધારે બાળકોનાં મૃત્યુ થવા પાછળનું કારણ સમય પહેલાં જન્મ, પ્રસૂતિ દરમ્યાન જટિલતા, બીમારીનો બરાબર ઇલાજ ન થવો તેમજ ન્યૂમોનિયા જેવી અનેક સમસ્યાઓ બાળકોનાં મોત થવા પાછળ જવાબદાર હોય છે.

દરેક મા અને બાળકોને ઉત્તમ સ્વાસ્થ્યની જો સુવિધા આપવામાં આવે તો કદાચ મૃત્યુદરની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે. જેમાં સ્વચ્છ પાણી, જન્મનાં પ્રથમ કલાકમાં સ્તનપાન, માં અને બાળકોની વચ્ચે સંપર્ક વધારે જરૂરી છે. નવજાત શિશુનાં જન્મનાં પહેલા 28 દિવસો તેને જીવિત રાખવામાં તેમજ તેનાં વિકાસ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

ગરીબ દેશોમાં 50 ટકાનો વધારે ખતરોઃ
ભારત સહિત દસ દેશોમાં નવજાત શિશુનાં મોત મામલે સ્થિતી ઘણી ગંભીર છે. જેમાં આઠ દેશ આફ્રિકાનાં છે. સોમાલિયા, દક્ષિણી સુડાન, માલી, ચાડ, સાઉથ આફ્રિકી રિપબ્લિકન, લેસેથો, કોટે ડિવાયર અને ગિની બિસાઉ.

આ સિવાય પાકિસ્તાનમાં તો એક હજારમાંથી 45.45 બાળકોનાં મોત 28 દિવસની અંદર થઇ જાય છે. મહત્વની બાબત તો એ છે કે ગરીબ દેશોનાં બાળકો પર અમીર દેશોનાં બાળકોની તુલનામાં મૃત્યુનો ખતરો 50 ટકા વધારે હોય છે.

You might also like