હવે ઈ-વે બિલના અમલ સામે પણ મુશ્કેલી

અમદાવાદ: આગામી ૧ ઓક્ટોબરથી ઈ-વે બિલ અમલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ઈ-વે બિલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જોકે જીએસટી રિટર્ન ભરવામાં પડી રહેલી મુશ્કેલીઓના પગલે ઇ-વે બિલના અમલીકરણ સામે પણ પ્રશ્નો ઊભા થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. ટેક્િનકલ ખામીના કારણે જીએસટી નેટવર્કમાં રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલે રિટર્ન ભરવાની તારીખમાં વધારો કર્યો છે. એટલું જ નહીં આ અગાઉ પણ સરકારે રિટર્ન ભરવાની અંતિમ તારીખમાં ત્રણ વાર વધારો કરવો પડ્યો છે. આગામી દિવસમાં ઓક્ટોબરથી ઈ-વે બિલ અમલ થાય નેટવર્કિંગની સમસ્યાના પગલે ટ્રાન્સપોર્ટર્સ માટે ઈ-વે બિલ જનરેટ કરવું મુશ્કેલરૂપ થઇ શકે છે.

સરકારે કરચોરી અટકાવવા ઈ-વે બિલનો કડક અમલ કરવાની તૈયારી કરી છે, પરંતુ સર્વર અને ધીમા નેટવર્કના કારણે ઈ-વે બિલના અમલ સામે પણ હવે પ્રશ્ન ઊભો થઇ શકે છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઈ-વે બિલ અમલ થાય તો રિટર્નમાં જેમ તકલીફ ઊભી થઇ તેવી જ મુશ્કેલી ઈ-વે બિલ માટે પણ થઇ શકે છે.

You might also like