હવે મતદાન કરવા મતદાન મથક સુધી જવું નહીં પડે

728_90

રાયપુર: હવે એ દિવસો દૂર નથી જ્યારે દેશના લોકોને મતદાન કરવા માટે મતદાન મથક સુધી જવું નહીં પડે. તેઓ ઘરે બેઠાં જ મતદાન કરી શકશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ટૂંક જ સમયમાં ઇ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવનાર છે. આ સાથે જ હવે પોસ્ટલ બેલેટની જગ્યાએ ઇલેકટ્રોનિક પોસ્ટલ બેલેટની સુવિધા પણ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલાં મળી જશે.

દેશના ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતે રાયપુર ખાતે પત્રકારો સાથેેની ચર્ચામાં આ માહિતી આપી હતી. રાવતે જણાવ્યું હતું કે ઇ વોટિંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગ્રૂપ ઓફ મિનિસ્ટર તેના પર નજર રાખી રહ્યું છે અને ગ્રૂપ ઓફ ટેકનિકલ એકસપર્ટ તેના ટેકનિકલ પાસાંઓની ચકાસણી કર્યું છે. રાવતે વધુમાં જણાવ્યું હતું કે ઇ પોસ્ટલ બેલેટ સુવિધાથી વોટિંગમાં વધારો થશે. આગામી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે તેનો અમલ કરી દેવામાં આવશે. શરૂઆતમાં પાઇલટ પ્રોજેકટ તરીકે કેટલાક તબક્કામાં જ તેનો અમલ થશે.

નોટા અંગે ચૂંટણીપંચે નવા નિયમો જાહેર કર્યા

ચૂંટણીમાં આમાંથી કોઇ પસંદ નથી અર્થાત નોટા વિકલ્પને લઇને રાજ્યસભા અને રાજ્ય વિધાનસભા પરિષદની ચૂંટણીમાં ફેલાયેેલા ભ્રમને દૂર કરતાં ચૂંટણીપંચે અમાન્ય થતો બચાવવાના પ્રયાસમાં કેટલાક દિશાનિર્દેશ જારી કર્યા છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે જો કોઇ પ્રથમ પસંદમાં નોટા સામે એકનું નિશાન લગાવશે તો એવું માનવામાં આવશે કે તેણે કોઇ પણ ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું નથી અને આવા મતપત્રને ગેરકાયદેસર માનવામાં આવશે. જો મતદારે બીજી પસંદ તરીકે નોટા પર ચિન્હ લગાવ્યું હશે તો આવા મતપત્રકને એ ઉમેદવાર માટે કાયદેસર માનવામાં આવશે.

You might also like
728_90