આધારનંબર વિના E-TAX રિટર્ન સ્વીકારવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં આદેશ આપતાં જણાવ્યું છે કે આવકવેરા વિભાગે આધારકાર્ડ નંબર વિના ઈ-ટેકસ રિટર્ન સ્વીકારવું જોઈએ. ઈ-ફાઈલિંગ ટેક્સ રિટર્નને આધારકાર્ડ સાથે ફરજિયાત ‌િલન્ક કરાવવા અંગે દાખલ થયેલી અરજી અંગે દિલ્હી હાઈકોર્ટે હવે આધાર નંબર વિના પણ આવી ફાઈલ આવકવેરા વિભાગે સ્વીકારવી જોઈએ તેવો આદેશ આપ્યો હતો તેમજ આવકવેરા વિભાગ આવી કોઈ ફરજ પાડી ન શકે તેમ જણાવ્યું હતું.

ન્યાયમૂર્તિ એસ. રવીન્દ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ એ. કે. ચાવલાની બેન્ચે આ આદેશ કેન્દ્ર સરકાર અને ટેક્સ ઓથોરિટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)ને નોટિસ જારી કરતાં આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧૪ મેના રોજ કરવામાં આવશે. આ આદેશમાં બેન્ચે સ્પષ્ટ જણાવ્યું છે કે આવકવેરા વિભાગ રિટર્ન ફાઈલ કરનારાઓ પર આધાર નંબર લિન્ક કરાવવા દબાણ કરી નહિ શકે.

આ અંગે હાઈકોર્ટમાં બે અરજદાર વતી વકીલ કીર્તિ ઉપ્પલે જણાવ્યું કે જો સુપ્રીમ કોર્ટે આધારકાર્ડ નંબર ‌િલંક કરાવવાની મુદત વધારી દીધી હોય તો આવકવેરા વિભાગ તે માટે દબાણ કેવી રીતે કરી શકે? તેમણે જણાવ્યું કે આવા દબાણને આવકવેરા વિભાગની મન‌િસ્વતા જ નહિ પણ નિયમોના ઉલ્લંઘન સમાન ગણવું જોઈએ.

You might also like