15 એપ્રિલથી ઇ-મેમોની શરૂઆત, શું તમને મળ્યો છે ઇ-મેમો? આ જાણકારી તમને કરશે મદદ..

રાજ્યમાં 15 એપ્રિલથી ફરી ઇ-મેમોની શરૂઆત કરવામાં આવી રહી છે. શહેરમાં 130 જગ્યાપર સીસી ટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેના દ્વારા ઇ-મેમો જનરેટ કરવામાં આવશે. જ્યારે ઇ-મેમોને લઇને વારંવાર નહી મળ્યાની ફરિયાદોને ધ્યાનમાં લઇને હવે વાહનચાલકને એસએમસ દ્વારા પણ જાણ કરવામાં આવી રહી છે.

15 એપ્રિલથી શરૂ થઇ રહેલા ઇ-મેમોને લઇને વાહનચાલકોને ક્યા ભરવા જવાના ઉદ્દભવતા પ્રશ્નો અંગે થોડી જાણકારી અહી આપી રહ્યાં છીએ. જે વાહનચાલકોને ઇ-મેમો મળ્યો હોય તે શહેરના કોઇપણ પોલીસ સ્ટેશન, સીએસઆઇટીએમએસ કેન્દ્ર પોલીસ કમિશનરની કચેરી તેમજ એસબીઆઇ બેન્કની શાખામાં જ્યાં ખાતુ હોવુ જરૂરી છે તે શાખામાં ભરી શકશે. જો કે બેન્કમાં ઇ-મેમો ભરનાર વાહનચાલકને 18 રૂપિયા વધુ ચાર્જ આપવો પડશે.

જો ઇ-મેમોની જાણકારી માત્ર એસએમએસથી મળશે તે નક્કી કરેલ સ્થળોએ જ ભરી શકાશે. ઇ-મેમો ભરવા માટે તમારે કોઇપણ દસ્તાવેજો અસલ રાખવા આવશ્યક નથી. તમારી સાથે કોઇપણ એક ઓળખકાર્ડ ઓરીજીનલ રાખવું જરૂરી છે. જ્યારે જે વ્હીકલનો ઇ-મેમો મળ્યો છે તે તમારી સાથે રાખવુ જરૂરી નથી.

બહારના રાજ્યના વ્હીકલનો ઇ-મેમો અમદાવાદમાં બન્યો હોય તો તેમના રાજ્યની એસબીઆઇમાં ઇ-મેમો ભરી શકે છે. જે વાહનચાલક ઇ-મેમો ન ભરે તો તેની સામે જાણવાજોગ ફરિયાદ થઇ શકે છે. આ અગાઉ જનરેટ થયેલા ઇ-મેમો પણ તમારે ભરવા જરૂરી છે.

You might also like