ટ્રાફિક પોલીસ જ નહીં, આરટીઓ ઈન્સ્પેક્ટર પણ ઈ મેમો પકડાવશે

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો કે માલિકોને હવે ટ્રાફિક પોલીસ જ નહીં, પરંતુ આરટીઓના ઈન્સ્પેક્ટર પણ તુરત જ ઈ મેમો પકડાવી દેશે. તાજેતરમાં જ આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરને પ્રાયોગિક ધોરણે ટેબ્લેટ મશીન જેવાં મશીન આપવામાં આવી રહ્યાં છે. રાજ્યની ૩૬ આરટીઓ કચેરી પૈકી તા. ૨૩ આરટીઓ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરને મશીનનો ઉપયોગ કરવા અંગેની તાલીમ આપી દેવામાં આવી છે.

ટેબ્લેટ જેવા દેખાતા આ મશીનોમાં આરટીઓની કચેરીમાં ચોપડે નોંધાયેલાં તમામ વિહિકલના ડેટા ફીટ કરેલા હશે. જેથી તેમને મશીનની ફાળવણી કરાઈ હશે તે ઈન્સ્પેક્ટરને કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકને ભંગ કરતો દેખાશે કે તરત જ તે સ્થળ પર જ વાહનચાલકને રોકીને ઈ મેમો પકડાવી દેશે.

વાહનનો નંબર મશીનમાં નાખતાં જ વિહિકલ નંબરની તમામ વિગતો દેખાશે તેના આધારે ઈન્સ્પેક્ટર મેમો બનાવશે.વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં પ્રાયોગિક ધોરણે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. સ્ટાફની તંગી છે. છતાં આ પ્રયોગ સફળ યેથી તમામ આસિસ્ટન્ટ આરટીઓ ઈન્સ્પેક્ટરને આ પ્રકારના મશીનની ફાળવણી કરવામાં આવશે.

You might also like