ભવિષ્યમાં દેશી ભાષાઓમાં પણ બનાવી શકાશે ઈ-મેઈલ આઈડી

નવી દિલ્હી: શું તમે ક્યારેય તમારું ઈ-મેઈલ આઈડી હિન્દીમાં જંગલી@જી મેઈલ ડોટ કોમ રાખવા અંગે વિચાર્યું છે. જો ભારત સરકારની યોજના સફળ રહી તો ગૂગલ, માઈક્રોસોફટ અને રેડિફ જેવી અમેરિકન ટેકનોલોજી કંપનીઓ તમારી પસંદ મુજબ તમને દેશી ભાષામાં ઈ-મેઈલ એડ્રેસ આપી શકે છે.

સરકારે ગયા મહિને બોલાવેલી બેઠકમાં ઈ -મેઈલ સર્વિસ પ્રોવાઈડરે કહ્યું કે સ્થાનિક ભાષાઓ ખાસ કરીને હિન્દીમાં ઈ -મેઈલ એડ્રેસ આપવાની શરૂઆત કરે. સરકારને લાગે છે કે જ્યારે દેશમાં ઈન્ટરનેટ ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચી ગયું છે ત્યારે સ્થાનિક ભાષાઓ સાથે જોડાયેલું ટૂલ પણ હોવું જોઈએ.
ઈલેક્ટ્રોનિકસ એન્ડ આઈટી મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી રાજિવ બંસલે જણાવ્યું કે આગામી થોડાંક વર્ષોમાં બે લાખ પચાસ હજાર ગ્રામ પંચાયતોને ભારત નેટ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે, પરંતુ જ્યારે લોકો સુધી ઈન્ટરનેટ પહોંચશે ત્યારે તેઓ શું કરશે. દેશમાં કેટલા લોકો ખરેખર અંગ્રેજી વાંચી કે ટાઈપ કરી શકે છે.

મિટિંગમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ અને રેડિફ જેવી કંપનીઓના એક્ઝિક્યુટિવ સામેલ થયા હતા. તેમનો મત એવો હતો કે દેવનાગરી જેવી બાકી ભાષાઓમાં ઈ-મેઈલ એડ્રેસ ખૂબ જ મુશ્કેલ છે. સરકાર તેને અનિવાર્ય બનાવવાના બદલે ઈન્ડસ્ટ્રીને આ ઘટનામાં પોતાના તરફથી પહેલ કરવા દેવી જોઈએ. માઈક્રોસોફ્ટનો દાવો છે કે ઈન્ટરનેટ એકસપ્લોરર-૧૧નું તાજેતરનું વર્ઝન ઈન્ટરનેશનલ ઈ-મેઈલ એડ્રેસને સપોર્ટ કરે છે. જી-મેઈલે આવા જ ઈ-મેઈલ એડ્રેસની ઓળખ શરૂ કરી દીધી છે કે જેમાં ચાઈનીઝ કે હિન્દી જેવા બિનલેટિન કેરેક્ટર પણ હોય.

You might also like