૯૦ કરોડ ઇ-મેઇલ એકાઉન્ટની ચોરીઃ પાસવર્ડ બદલી નાખો

નવી દિલ્હી: એક વાર ફરી કરોડોની સંખ્યામાં ઇ-મેઇલ પાસવર્ડ લીક થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સિકયોરિટી એજન્સીએ લોકોને તાત્કાલિક પોતાના પાસવર્ડ બદલવાની સલાહ આપી છે કે જેથી લોકોના એકાઉન્ટ સુર‌િક્ષત રહે અને કોઇ પણ પ્રકારના ડેટા ચોરી કે અન્ય કોઇ નુકસાન થતું અટકાવી શકાય.

હોલ્ડ સિકયોરિટી નામની કંપનીના જણાવ્યા અનુુુસાર લીક થયેલ ડેટામાં જી મેઇલ, હોટ મેઇલ અને યાહુના યુઝર્સના ઇ-મેઇલ એડ્રેસ અને પાસવર્ડનો સમાવેશ થાય છે. જેની સંખ્યા ર૭ કરોડ જેટલી હોઇ શકે છે. તેના બ્લોગ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ડેટા તેમને એક હેકર પાસેથી મળ્યો છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે ડેટા કયાંથી લીક થયા છે.

જોકે તેમની પાસે અલગ અલગ સમયે હેક થયેલા દસ ગીગાબાઇટનો ડેેટા છે જેમાં કુલ મળીને ૯૦ કરોડ ઇ -મેઇલનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે જો આ આંકડો સાચો હોય તો અત્યાર સુધીનો આ સૌથી મોટો ઇ મેઇલ એડ્રેસ લીકનો મામલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં એડોબીના ૧પ કરોડ ગ્રાહકોનો ડેટા પણ લીક થયો હતો. તેના પહેલાં એસ્લે મેડિસન લીકથી સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો હતો. સિકયોરિટી એજન્સીઓના જણાવ્યા પ્રમાણે જો તમે આ સર્વિસીઝના ઇ-મેઇલનો ઉપયોગ કરતા હો તો તાત્કાલિક તમારો પાસવર્ડ બદલી નાખજો.

You might also like