ઈ-કોમર્સના નાણાકીય વ્યવહારો ટેક્સની જાળમાં?

મુંબઇ: સરકાર ખૂબ જ જલદીથી ઇ-કોમર્સના નાણાકીય વ્યવહારોને ટેક્સની જાળમાં લાવી શકે છે. આ મુદ્દે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. કમિટીએ ડિજિટલ સર્વિસ માટે છથી આઠ ટકા ટેક્સ લાદવાની ભલામણ કરી છે. ઓનલાઇન માર્કેટિંગ, જાહેરાત, ક્લાઉડ કોમ્પ્યૂટિંગ જેવી સર્વિસીસ ટેક્સની જાળમાં આવશે. સીબીડીટીની કમિટીએ રૂ. એક લાખથી વધુના નાણાકીય પેમેન્ટ ઉપર પણ ટેક્સ લાદવાની ભલામણ કરી છે.

વિદેશી ડિજિટલ કંપનીઓને સ્થાનિક કંપનીઓની સરખામણીએ વધુ ટેક્સનો ફાયદો મળે છે એટલું જ નહીં ઓનલાઇન બિઝનેસ કરતા કારોબારીઓની સરખામણીએ ઓફલાઇન બિઝનેસ કરતા કારોબારીઓએ વધુ ટેક્સ ચૂકવવો પડે છે તેને કારણે ઓનલાઇન કારોબારીઓ સામે હરીફાઇ કરવા મુશ્કેલરૂપ થઇ રહી છે. સીબીડીટીની કમિટીએ યુઝર્સ અને જાહેરાતની સંખ્યાના આધારે ટેક્સ લાદવાની ભલામણ કરી છે.

You might also like