ઈ-કોમર્સ કંપનીઓએ ભારે વ્યાજ સાથે ચૂકવવી પડશે પેનલ્ટી

બેંગલુરુઃ કેટલીય ઇ-કોમર્સ કંપનીઓ પોતાના સેલર્સના બાકી નીકળતાં ટેક્સની રકમ ચૂકવવા માટેની ૧૦ નવેમ્બરની ડેડલાઇન મિસ કરી ગઇ છે. વાસ્તવમાં જીએસટી હેઠળ ડેડલાઇન પહેલા પેમેન્ટ કરવું ફરજિયાત છે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે હવે આ ઇ-કોમર્સ કંપનીઓને બાકી નીકળતા ટેક્સ પર ભારે વ્યાજ સાથે પેનલ્ટી ચૂકવવી પડશે.

એમેઝોન ઇન્ડિયાએ પોતાના સેલર્સને જણાવ્યું હતું કે તે ઓક્ટોબર માટે ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ) પર ટેક્નિકલ મુશ્કેલીઓને લઇને ૧૨ રાજ્યોમાં તેનો અમલ કરી શકી નથી. આ ઇ-કોમર્સ કંપનીઓ માટે ફેસ્ટિવલ સેલ્સ ચાલતું હતું અને તેથી તેઓ ટેક્સ ચૂકવી શકી નથી, જોકે ૧ ઓક્ટોબરથી ઇ-કોમર્સ કંપનીઓ માટે એ ફરજિયાત થઇ ગયું છે કે તેઓ દરેક સેલરના નેટ સેલ વેલ્યૂના એક ટકા ટેક્સ કાપીને તેનું પેમેન્ટ કરી દે.

કેટલીક ઇ-કોમર્સ કંપનીઓ ટીસીએસ પેમેન્ટ માટે કેટલાંક રાજ્યોમાં રજિસ્ટ્રેશન કરાવી શકી નથી, કારણ કે તેમની પાસે રાજ્યમાં ફિઝિકલ ઓફિસ ખોલવાની માગણી કરવામાં આવી રહી છે, જોકે ઇ-કોમર્સ કંપની પેમેન્ટ નહીં કરવા બદલ ટેક્નિકલ મુશ્કેલીઓ આગળ ધરી રહી છે.

You might also like