ઈ-સિગારેટની મદદથી સ્મોકિંગ છોડી દેવું હોય તો ફાયદો થાય

સ્વસ્થ રહેવું હોય તો સિગારેટ સ્મોકિંગની અાદત બને એટલી વહેલી છોડવી જોઈએ એવું તૌ સૌ જાણે છે, પરંતુ ઈ-સિગારેટની સહાયતા લેવાથી ફાયદો થાય કે નહીં એ બાબતે હજી મતમતાંતર છે. કોલંબિયાની યુનિવર્સિટી ઓફ મેઈલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને રુટગર્સ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોએ શોધ્યું છે કે સ્મોકિંગ છોડવા માટે નિયમિત ઈ-સિગારેટની સહાય લેતા લોકો વ્યસન છોડી શકે એવી સંભાવના ત્રણગણી વધુ હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં જેમણે સ્મોકિંગ છોડવાનો પ્રયત્ન કર્યો હોય એવા લોકોનો અભ્યાસ થયો એમાં જાણવા મળ્યું હતું કે જેમણે કદી ઈ-સિગારેટ ન વાપરી હોય એવા માત્ર ૨૮ ટકા લોકો જ વ્યસન છોડી શક્યા હતા.

You might also like