ઈ-સિગારેટથી ધૂમ્રપાનનું વ્યસન છૂટતું નથી

અત્યાર સુધી એવું માનવામાં અાવતું હતું કે ઈ-સિગારેટ પીવાથી વ્યસનમુક્ત બની શકાય છે. ઈ-સિગારેટને ઓછા નુકસાનકારક માધ્યમ તરીકે પ્રોજેક્ટ કરવામાં અાવતી પરંતુ હવે થયેલા સંશોધનમાં એ વાત સામે અાવી છે કે ઈ-સિગારેટને વ્યસનમુક્તિના સાધન તરીકે ન લેવી જોઈએ. ગયા વર્ષે પબ્લીક હેલ્થ ઈંગ્લેન્ડ નામની સરકારી સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ઈ-સિગારેટને ૯૫ ટકા સલામત ગણાવાઈ હતી પરંતુ એ રિપોર્ટનો વ્યાપક વિરોધ થયો હતો. હવે સાબિત થયું છે કે ધુમ્રપાનના વ્યસનીઓને પરંપરાગત સિગારેટ છોડવા માટે ઈ-સિગારેટ જરાય મદદ કરતી નથી.

You might also like