રેલ બજેટ 2016: જાણો પત્રકારો માટે શું ખાસ છે આ બજેટમાં

નવી દિલ્હી: રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે સંસદમાં વર્ષ 2016-17નું રેલવે બજેટ રજૂ કરતાં કહ્યું કે ભારતીય રેલ ઉપનગરી અને ઓછા અંતરની મુસાફરી કરનારાઓ માટે હેન્ડ હેલ્ડી ટર્મિનલોના માધ્યમથી ટિકીટોનું વેચાણ શરૂ કરવા માંગે છે. તેનાથી ઓછામાં ઓછા માળખાની સાથે ઘણા ટિકીટ વેચાણ માટેના સ્થળ તૈયાર કરી શકાશે. તેમણે કહ્યું કે ભારતીય રેલવે ટિકીટ વેડિંગ મશીનોના માધ્યમથી પ્લેટફોર્મ ટિકીટોનું વેચાણ શરૂ કરવા માંગે છે, જેમાં રોકડ રકમ રાશિ ઉપરાંત ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકાશે,.

સુરેશ પ્રભુએ આગામી 3 મહિનામાં વિદેશી પર્યટકો અને પ્રવાસી ભારતીયો માટે વિદેશી ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા ઈ-ટિકિટીંગ સુવિધા કરવાની જાહેરાત કરી છે. તેમણે પત્રકારોને રાહત દરના પાસો પર ટિકીટોની ઈ-બુકીંગની સુવિધા આપવાની જાહેરાત કરી. સુરેશ પ્રભુએ હેલ્પલાઇન 139 પર મુસાફરોને રજીસ્ટર ફોન નંબર પર મોકલવામાં આવેલા ‘વન ટાઇમ પાસવર્ડ’નો ઉપયોગ કરતાં ટિકીટ રદ કરાવવા, પીઆરએસ ટિકીટોને રદ કરાવવાની નવી પ્રક્રિયાનો પણ પ્રસ્તાવ કર્યો.

ટિકીટ વગર મુસાફરીની સમસ્યાના સમાધાન માટે મુખ્ય સ્ટેશનો પર પાયલોટ આધાર પર બાર કોડવાળી ટિકીટો, સ્કેનર અને એક્સેનસ કંટ્રોલ શરૂ કરવામાં આવશે અને મુસાફરો માટે નિર્વધ્ન મુસાફરી પુરી પાડવામાં આવશે. સવારના કલાકો દરમિયાન, સેવામાં સુધારો લાવવા માટે તત્કાલ કાઉન્ટરો પર સીસીટીવી કવરેજની યોજના બનાવવામાં આવી રહી છે.

પીઆરએસ વેબસાઇટની સુરક્ષા વિશેષાતાઓને આવધિક રૂપે થર્ડ પાર્ટી ઓડિટ અને પ્રમાણની વ્યવસ્થા કરવાની પણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઓક્ટોબર 2015માં શરૂ કરવામાં આવેલી વૈકલ્પિક ગાડેઓ એકોમોડેશ સિસ્ટમનો વિસ્તાર કરવામાં આવશે, જેથી વેઇટિંગ લિસ્ટના મુસાફરોને પસંદગીની ગાડીઓમાં પસંદગીની જગ્યા આપી શકાય.

ગત વર્ષે જાહેર કરવામાં આવેલા ‘ઓપરેશન પાંચ મિનિટ’ને અનુસરતાં રેલવે મંત્રીએ 1,780 ઓટોમેટિક ટિકીટ વેડિંગ મશીનો, મોબાઇલ એપ્સ અને ગો ઇન્ડિયા સ્માર્ટ કાર્ડની શરૂઆત કરી. ગો ઇન્ડીયા સ્માર્ટ કાર્ડ સ્માર્ટ કાર્ડ દ્વારા યૂટીએસ અને પીઆરએસ ટિકીટ રોકડ ચૂકવણી વિના ખરીદી શકશો. નોન રિઝર્વ ટિકીટ અને પ્લેટફોર્મ ટિકીટો ખરીદવા માટે મોબાઇલ એપ્સ શરૂ કરવામાં આવશે. ઇ-ટિકીટિંગ મશીનોની ક્ષમતાને 2000 ટિકેટ પ્રતિ મિનિટથી વધારીને 7,200 પ્રતિ મિનિટ કરવામાં આવી છે. આથી એક જ સમયે 1,20,000 ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકશે જ્યારે પહેલાં ફક્ત 40,000 જ કરી શકતા હતા.

You might also like