આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ સહિત દેશભરનાં સાત શહેરમાં ઈ-એસેસમેન્ટની કામગીરીનો આરંભ

મુંબઇઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટક ટેક્સિસ-સીબીડીટી દ્વારા અમદાવાદ સહિત દેશભરનાં સાત શહેર જેવાં કે દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, ચેન્નઇ, હૈદરાબાદ અને કોલકાતા જેવાં શહેરોમાં આવકવેરા વિભાગમાં પેપરલેસ ઇ-એસેસમેન્ટ કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. સાત માર્ચ સુધી ઇ-સિસ્ટમ દ્વારા કરવામાં આ‍વેલા એસેસમેન્ટનો રિપોર્ટ પણ સીબીડીટીને સોંપવા જણાવ્યું છે.

દરમિયાન રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અંતર્ગત ઇ-એસેસમેન્ટ દ્વારા આવકવેરા અધિકારીઓની રિટર્નની તપાસની કામગીરી સંબંધે સ્વમૂલ્યાંકન રિપોર્ટ સોંપવા જણાવ્યું છે એટલું જ નહીં નબળી કામગીરી સંબંધે કારણો પણ આપવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ સરકાર વધુ ને વધુ લોકો આવકવેરો ભરવા માટે આગળ આવે તેવા પ્રયાસો કરી રહી છે, જેમાં કરદાતાના સમય અને ખર્ચમાં બચત થાય તે માટે સીબીડીટી રિટર્નની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવા ઉપર ફોકસ કર્યું છે, જે અંતર્ગત હવે અધિકારીઓ દ્વારા પણ ઇ-એસેસમેન્ટની કામગીરીનો આરંભ કરાયો છે.

http://sambhaavnews.com/

You might also like