16 જૂનથી સમગ્ર દેશમાં પેટ્રોલ- ડિઝલની નિયમીત સમીક્ષા થશે

નવી દિલ્હી : દેશભરમાં 16 જૂનથી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં રોજ ફેરફાર થશે. દેશનાં પાંચ શહેરોમાં 1 મેથી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં દૈનિક ફેરફાર કરવાનો જે પાઇલોટ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો હતો તે સફળ રહ્યો છે. હવે આખા દેશમાં પેટ્રોલ અને ડિઝલ પર ડાઇનેમિક પ્રાઇસ લાગુ કરવાની છે. આ નવી ફોર્મ્યુલા 16 જૂન લાગુ પડી શકે છે. નવા નિયમો પ્રમાણે હવે પેટ્રોલ – ડિઝલની કિંમતોમાં રોજ પરિવર્તન કરી જશે.

1 મેથી સરકારે ડાઇનેમિક પ્રાઇસ અનુસાર પાઇલોટ પ્રોજેક્ટ આ પાંચ શહેરો પુડુચેરી, વિજાગ, ઉદયપુર, જમશેદપુર અને ચંડીગઢમાં ચાલુ કરાયો હતો. આ શહેરોમાં શરૂ કરાયેલો પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો ત્યાર બાદ સરકારે હવે આ ફોર્મ્યુલા સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સકરારી ઓઇલ કંપનીઓ ક્રુડની કિંમતો અને કરન્સી એખ્સચેન્જ રેટ પર દર મહિનાની પહેલી તારીખે અને 16મી તારીખે પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ફેરફાર કરે છે. છેલ્લે 31 મેનાં રોજ સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલનાં ભાવ 1.23 અને ડિઝલનાં ભાવ 89 પૈસા પ્રતિ લિટર વધાર્યા હતા.

હાલનાં સમયે દર 15 દિવસે પેટ્રોલીયમનાં ભાવની સમીક્ષા થાય છે. જેથી આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે તાલમેલ સાધી શકાય. કિંમતમાં આ ફેરફાર અગાઉનાં પખવાડિયા દરમિયાન ક્રુડ ઓઇલની કિંમતો તથા કરન્સી એક્સચેન્જ રેટનાં સરેરાશ કિંમતનાં આધારે રાખવામાં આવે છે. પહેલા 15 દિવસ પર પેટ્રોલ – ડિઝલની કિંમતો બદલાઇ જવાથી પેટ્રોલિયમ કંપનીઓનાં ઓપરેશનલ પ્રોફિટ લોસ પર અસર પડતી હતી. પરંતુ રોજિંદી કિંમતોમાં ફેરફારથી ઓપરેશનલ પ્રોફીટ સ્ટેબલ રહેશે.

You might also like