VIDEO: ડે.સીએમ નીતિન પટેલેનું નિવેદન, કહ્યું,”સમાજનાં દરેક વર્ગ માટે બજેટનો ઉપયોગ કરાશે”

ગાંધીનગરઃ બજેટ સત્રને લઇ આજે ડે.સીએમ નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે,”વિધાનસભામાં બજેટનાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ. રૂ.1.86 લાખ કરોડનું બજેટ મંજૂર કરાયું છે. સમાજનાં દરેક વર્ગ માટે બજેટનો ઉપયોગ કરાશે.

તમામ બજેટ મંજૂર થયાં છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં ગુજરાતની કામગીરીને અગ્ર સ્થાન અપાય છે. ગુજરાત સરકારે છેલ્લાં 14 વર્ષથી ઓવર ડ્રાફ્ટ લેવો પડ્યો નથી. ખર્ચ અને આવકનાં ધોરણો આપણે જાળવી રાખીએ છીએ.

જ્યારે અન્ય રાજ્યોને ઓવર ડ્રાફ્ટ મંજૂર કરાવવો પડે છે. રાજ્ય સરકાર રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર પાસેથી લોન મેળવી શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓ પાસેથી પણ લોન મેળવી શકાય છે. આ નાણાંનો ઉપયોગ સરકારની યોજનાઓમાં કરાય છે. અગાઉની સરકારોની નિષ્ફળતાને કારણે નર્મદા યોજના વિલંબમાં મુકાઇ છે.

નર્મદા યોજનાઓમાં રૂ.60 હજાર કરોડનો ખર્ચ થયો છે. ઉ.ગુજરાત અને કચ્છમાં દુષ્કાળની સ્થિતિની સમસ્યાઓ સરકારે દૂર કરી છે. સુજલામ-સુફલામ યોજના અને પાઇપલાઇનોનાં કામ પણ થયાં છે.

અગાઉની કોંગ્રેસની સરકારમાં ગામડાઓમાં વીજળી પણ ન હતી. ગુજરાતનું જાહેર દેવું અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું ઓછું છે. સરકાર હાલમાં કરકસરપૂર્વક ખર્ચ કરી રહી છે. જાહેર દેવું 23 ટકાથી ઘટાડીને 16.5 ટકા કરવામાં આવ્યું છે. નેનો પ્રોજેક્ટ માટે લોન આપવાનાં કોંગ્રેસનાં આક્ષેપો તદ્દન ખોટા છે. રૂ.33 હજાર કરોડની લોનની કોઇ જ વાત થઇ નથી.

You might also like