સરકારની જાહેરાત, કર્મચારી-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો,વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસ

રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજરોજ પત્રકાર પરીષદ યોજી મહત્વની જાહેરાત કરી છે. ડે. સીએમએ ટોલ ટેક્સ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે. ઔડાના રીંગરોડ પર ટોલટેક્સ પરથી મુક્તિની જાહેરાત કરી છે. આવતીકાલથી ઔડાના રીંગ રોડ પર ટોલ મુક્તિ આપવામાં આવશે. રાજ્ય સરકાર વાહન ચાલકો તરફથી ટોલ ટેક્સ ચુકવશે. વાહન ચાલકોને નાણાની બચત થશે. વગ્રના 4ના કર્મચારીઓને લઇને નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. વર્ગ-4ના કર્મચારીઓને 13,500ની મર્યાદામાં બોનસ ચુકવાશે. વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. 35 હજાર કર્મચારીઓને 3500નું દિવાળી બોનસ અપાશે. રોજમદાર તરીકે કામ કરતા લોકોને કાયમી કરાશે. 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા સફાઇ કર્મીઓને કાયમી કરાશે.

નગરપાલિકા અને મહાનગરપાલિકાના સફાઇ કામદારોને કાયમી કરાશે. મનપા અને ન.પાલિકાને પગારની 48 ટકા રકમ રાજ્ય સરકાર ચુકવશે. કર્મચારીના મૃત્યુ બાદ પરિવારના સભ્યને નોકરી અપાશે. નગરપાલિકા અને મનપામાં કર્મચારીના આકસ્મિક મૃત્યુ અંગે સરકારની જાહેરાત કરી છે. રાજ્યના કર્મચારીઓને 1 ટકાનું મોંઘવારી ભથ્થુ અપાશે. જ્યારે રાજ્યના પેન્શરોને પણ મોંઘવારી ભથ્થામાં 1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

8 લાખથી વધુ પેન્શરોને મોંઘવારી ભથ્થુ મળશે. રાજ્યના 8,30,764 કર્મચારીઓને લાભ મળશે. સરકાર પર 250 કરોડથી વધુનો બોજ પડશે. નવા મકાનના બાંધકામમાં પાર્કિંગ વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવશે. ફલેટના નિર્માણમાં ગ્રાઉન્ડ ફલોર પાર્કિંગ માટે ખુલ્લો રાખવો ફરજિયાત કરાશે. જ્યારે રાજ્ય સરકારે પાટીદારો સામે કેસ પરત ખેંચવાનો મામલે સરકારે નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર પાટીદારો સામેના 136 કેસો પાછા ખેંચશે. અગાઉ 110 કેસ પાછા ખેંચાઇ ચુક્યા છે.

પાટીદારોના કેસો સામે રાજ્ય સરકાર ઝડપી કાર્યવાહી કરશે. રેલવેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારે અરજી કરી છે. આંદોલન પછીના કેસ એકત્રિત કરવાની કાર્યવાહી થઇ રહી છે. 42 કેસ માટે સ્ક્રિનિંગ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકારની વિદ્યુત કંપનીઓ અંગે સરકારે જાહેરાત કરી છે. વીજ કંપનીઓના કર્મચારીઓને લાભ મળશે. વીજ કંપનીઓ પર 22 કરોડનો વાર્ષિક બોજો પડશે.

You might also like