હાર્દિક સીડીકાંડ મુદ્દે દોષિતો લાજવાનાં બદલે ગાજી રહ્યાં છેઃ નીતિન પટેલ

ડે.સીએમ નીતિન પટેલે હાર્દિક પટેલની સીડીકાંડ મુદ્દે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેઓએ નિવેદન આપતાં જણાવ્યું કે ગુજરાતનું જાહેર જીવન શુદ્ધ રહે તેવા હંમેશાં ભાજપનાં પ્રયત્નો રહ્યાં છે. હાર્દિકની સીડીનાં કેટલાક દ્રશ્યો દર્શાવી શકાય તેવા નથી. જાહેર જીવનને લાંછન લાગે તેવી આ એક ઘટના છે. પરંતુ આ કલંકિત ઘટનાનો લોકો દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે.

જો કે આ ઘટનામાં દોષિતો લાજવાના બદલે ગાજી રહ્યાં છે. કોંગ્રેસની મુળ નેતાગીરીમાં કોઈ બચ્યું નથી. કોંગ્રેસ જનતાની નજરમાંથી ઉતરી ગઇ છે. દરેક મીડિયાએ આ ઘટનાને ખૂબ જ કડક રીતે વર્ણવી છે. ગુજરતા કોંગ્રેસનું નેતૃત્વ લોકોની નજરમાંથી હવે બિલકૂલ ઉતરી ગયું છે. બદનામ લોકોનો કોંગ્રેસ સહારો લઇ રહી છે. જાહેરજીવન માટે આ હાર્દિકનાં સીડીકાંડની આ ઘટના એ એક દુઃખદ ઘટના છે.

કોંગ્રેસ આવા શખ્સોને સરદાર પટેલ સાથે જોડી રહી છે. કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનૈતી કરી રહી છે. કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં માફી માગવી જોઇએ. કોંગ્રેસ હાર્દિક સીડીકાંડ મુદ્દે ગંદી રાજનીતિ રમે છે. કોંગ્રેસનાં આવા વર્તનથી ગુજરાતનાં લોકોમાં દુઃખની લાગણી છે. આ ઘટનાનાં દોષિતો ખુદ જ ભાજપ પર આક્ષેપ કરે છે.

જો કે લઇ પાટીદાર સમાજ માટે આ એક દુ:ખદ બનાવ છે. PAASનાં લોકો કોંગ્રેસની સ્ક્રીપ્ટ વાંચી રહ્યાં છે. ડે. સીએમે નીતિન પટેલે હાર્દિક પટેલ પર ઘણાં બધાં પ્રહારો કર્યાં. ગુજરાતની પ્રજા સમજદાર છે, લોકોને બધી જ ખબર પડે છે. સીડી બહાર આવી તે મુદ્દે હાર્દિક પોતે ગર્વ અનુભવે છે.

“હું મર્દ છું” કહીને હાર્દિકે સીડીકાંડની આખી ઘટનાને ઉડાવી દીધી. સીડીકાંડ મુદ્દે PAAS અલગ-અલગ નિવેદનો આપે છે. એક તરફ કહે છે કે સીડી બનાવટી છે ને બીજી તરફ સીડી ઉતારવા સાધનો આપ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે. જો સીડી ખોટી હોય તો પોલીસ કે કોર્ટમાં તેઓએ કેમ ફરિયાદ ન કરી. હાર્દિકનાં સાથીદારોની હરકત શોભે તેવી નથી. આ અંગે પુરાવાઓ શા માટે તેઓ જાહેર કરતા નથી. આંદોલનકારીઓ સમાજમાં ખુલ્લા પડી રહ્યાં છે.

આંદોલન ચલાવવા માટે કોંગ્રેસ તરફથી રકમ મળતી હતી. ભાજપ પર આક્ષેપ કરાયો તેથી અમારે કોન્ફરન્સ બોલાવી પડી. રકમની વહેંચણીમાં આંતરિક ઝઘડો થયો હોય તેવું મને લાગે છે. આંતરિક ઝઘડાને કારણે સીડી ઉતારવામાં આવી હોઇ શકે છે. સીડીકાંડ મુદ્દે ભાજપને બદનામ કરવામાં આવી રહ્યું છે.

આ સીડીમાં તેમનાં જ આંદોલનનાં કાર્યકર્તાઓ જોડાયેલા છે. સીડીકાંડ મુદ્દે ભાજપને કોઇ લેવા દેવા નથી. આંતરિક વિવાદ મુદ્દે PAASનાં લોકો જનતા સામે આવે. ભાજપને આ મામલા સાથે કોઈ સંબધ નથી. કાયદાકીય કાર્યવાહી જેનાં પર આક્ષેપ થયા હોય તેને કરવી જોઇએ.

હાર્દિકે કોંગ્રેસ પાસેથી કાયદાકીય માર્ગદર્શન મેળવી શકે છે. હાર્દિક ફરિયાદ કેમ દાખલ નથી કરાવતો તે એક મોટો સવાલ છે. અમારા પર થયેલ આક્ષેપો મુદ્દે કાયદાકીય સલાહ મેળવી રહ્યાં છીએ. દરેક માણસ માટે વ્યક્તિગત જીવનની મર્યાદા હોય છે. આપણા દેશની સંસ્કૃતિનું દરેકે પાલન કરવું જોઇએ. જાહેરજીવનનાં કંઇક નૈતિક મુલ્યો હોય છે. અને આજે દરેક સમાજનાં લોકોને આગેવાન પાસેથી અનેક અપેક્ષાઓ હોય છે.

You might also like