ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને પડકાર ફેંકતા નીતિન પટેલે જણાવ્યું કે,”રાહુલ ગાંધી બે દિવસ મારી સાથે ગુજરાતમાં ફરે.

જો વિકાસ ના થયો હોય તો હું રાજકારણ છોડી દઇશ અને જો વિકાસ થયો હોય તો રાહુલ ગાંધી રાજકારણ છોડી દે. રાજસ્થાનમાં આવીને રાહુલ ગાંધી વિકાસ નથી થયો તેવું બોલે છે. બીજું કે રાહુલ હવે માઁ અંબાનાં ધામમાં દર્શન કરવા આવે. ચૂંટણી સમયે જ રાહુલ મંદિરમાં દર્શને જાય છે.”

મહત્વનું છે કે નીતિન પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતે રાહુલ ગાંધી પર માઁનાં દર્શન કરવા મામલે અને વિકાસ મામલે આકરા પ્રહાર કર્યા હતાં. જેમાં તેઓએ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. રાહુલને વિકાસ મુદ્દે પડકાર ફેંકતા કહ્યું કે, ગુજરાતમાં આવો અને બે દિવસ મારી સાથે ફરો. જો ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું રાજકારણ છોડી દઉં નહીં તો રાહુલ રાજકારણ છોડી દે.”

You might also like