રાજ્યમાં 72માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, Dy CM નીતિન પટેલે વડોદરાના કંડારી ગામે કર્યું ધ્વજવંદન

દેશભરમાં આજે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરાના કંડારી ગામે ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે ધ્વજવંદન કર્યું. વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામે કાર્યક્રમ યોજાયો. ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે ધ્વજવંદન કર્યા બાદ સંબોધન કર્યું.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે પાકિસ્તાન જુદા પડ્યા પછી પણ અશાંતિ કરે છે. આઝાદીથી લઇ આજ સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યું છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી મળશે, ગરીબોને મફત વીજળી આપવાનું સરકારે કામ પુરુ કર્યું છે. ખેડૂતોની આવક વધારવા સૂર્ય શક્તિ યોજના બનાવી છે.

 • રાજકોટમાં 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ ધ્વજવંદન કર્યુ
 • ઉમરપાડામાં મંત્રી કૌશિક પટેલે ધ્વજ ફરકાવ્યો
 • સાબરકાંઠા જિલ્લામાં 72માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
 • મંત્રી શ્રી વિભાવરીબેન દવે ધ્વજવંદન કર્યું
 • ખેડા જિલ્લામાં 15મી ઓગસ્ટ ની ભવ્ય ઉજવણી
 • વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કપડવંજની કે.એસ.આર્ટસ કોલેજ માં ધ્વજ વંદન કર્યું
 • જામનગરના જામજોધપુરમાં મંત્રી જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન
 • મોરબીના માળીયામાં જિલ્લા કક્ષાની ઉજવણી, જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાયું
 • કચ્છના ભચાઉમાં મંત્રી દિલીપ ઠાકોરે ધ્વજવંદન કર્યુ
 • વલસાડમાં મંત્રી ઈશ્વરસિંહ પરમારે ધ્વજવંદન કર્યુ
 • પંચમહાલ સંતરોડ ખાતે મંત્રી બચુભાઈ ખાબડે ધ્વજવંદન કર્યુ
 • બનાસકાંઠામાં સ્વતંત્રતા પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી
 • અમીરગઢ ખાતે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરાઈ
 • મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે કરાયું ધ્વજવંદન
 • નવસારીમાં મંત્રી કુમાર કાનાણીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ
 • મહેસાણાના વડનગરમાં પ્રધાન સૌરભ પટેલના હસ્તે ધ્વજવંદન
You might also like