આપણી પાસે પુરતું પાણી છે, પાણીનો કોઇ પ્રશ્ન જ નથી: નીતિન પટેલ

ગુજરાતઃ 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ સહિતનાં મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. નીતિન પટેલનાં જણાવ્યા પ્રમાણે, આ વખતનું બજેટ પ્રજાલક્ષી હતું. જેમાં ખેડૂત, યુવા, રોજગાર, સહિતનાં મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

આ સાથે GST લાગુ હોવાથી કરવેરામાં કોઈ ફેરફાર ન થવાનું પણ તેમણે જણાવ્યું હતું. તો નર્મદાનાં પાણી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે,”પીવાનાં પાણીમાં કોઈ પણ પ્રકારનો પાણી કાપ મુકવામાં આવશે નહીં.

તમામ જળાશયોમાં પીવા માટે પાણી પૂર તાં પ્રમાણમાં છે. 15 માર્ચ સુધી નર્મદાનાં પાણીમાં પણ કોઈ કાપ મુકવામાં આવશે નહીં. વિજળીને લઈને પણ કોઈ પ્રશ્ન નથી. પુરતા પ્રમા ણમાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.”

બજેટ સત્ર પહેલા નીતિન પટેલનું નિવેદન…
બજેટમાં કરવેરાને લઇ કોઇ નવી જોગવાઇ નહી: નીતિન પટેલ
GST લાગુ હોવાથી કરવેરામાં કોઇ ફેરફારનો સવાલ નહીં: નીતિન પટેલ
આપણી પાસે પુરતુ પાણી છે, પાણીનો કોઇ પ્રશ્ન નથી: નીતિન પટેલ
સિંચાઇનાં પાણી માટે કોઇ પ્રશ્ન નથી: નીતિન પટેલ
સિંચાઇ માટે નર્મદાનું પાણીની જોગવાઇ ટ્રિબ્યુનલમાં નથી: નીતિન પટેલ
15 માર્ચ સુધી નર્મદાનું પાણી અપાશે: નીતિન પટેલ
નવા-જુના વાહનો પર હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી: નીતિન પટેલ
નંબર પ્લેટ માટે વધુ સમય માટે SCમાં માંગણી કરી: નીતિન પટેલ
વીજળીનો કોઇ પ્રશ્ન નહી, વીજળીનું પુરતુ ઉત્પાદન છે: નીતિન પટેલ

You might also like