આ ક્રિકેટરે કર્યો ખુલાસો, ”દીપિકાને મળીને મારું સપનું પૂરુ કરવા માગું છું”

વેસ્ટઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતમાં પણ ખૂબ જ પોપ્યુલર છે. IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહેલો બ્રાવો ગ્રાઉન્ડ પર પોતાની બોલિંગ અને આક્રમક બેટિંગની સાથે-સાથે ગ્રાઉન્ડની બહાર પોતાના રેપ અને સંગીત માટે ફેમસ છે. તાજેતરમાં CSKના પોતાના સાથી ખેલાડી હરભજન સિંહના ટૉક શોમાં બ્રાવોએ સ્વીકાર્યું કે, ”બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઘણા વર્ષોથી પસંદ છે.”

એક વેબ શો દરમિયાન હરભજન સિંહ સાથે વાતચીત દરમિયાન જ્યારે હરભજને બ્રાવોને મનપસંદ એક્ટ્રેસ વિશે પૂછ્યુ ત્યારે તેણે કહ્યુ કે, ”જ્યારે 2006માં તે ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા માટે ભારત આવ્યો હતો ત્યારે તેણે ટીવી એડમાં પહેલીવાર દીપિકાને જોઈ હતી અને ત્યારથી તે દીપિકાને દિલ આપી બેઠો હતો.” બ્રાવોએ દીપિકાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે, ”હું તેને મળવા માગું છું પણ આ વખતે તેની સાથે વાત કરવા માગું છું અને આ મારા માટે સપનું સાકાર થવા જેવું હશે.”

હરભજને પૂછ્યું કે, ”શું તેને વેસ્ટઈન્ડિઝમાં કોઈ બીજી દીપિકા ન મળી?” આના જવાબમાં બ્રાવોએ કહ્યું કે, દીપિકા માત્ર એક જ છે અને તમે બીજી દીપિકા શોધી શકો નહીં.

ઉલ્લેખનીય છે કે, આ IPLમાં બ્રાવોનું ફોર્મ સારું રહ્યુ નથી અને શરૂઆતની મેચ છોડીને તેને પોતાના ફોર્મથી તમામ લોકોને નિરાશ કર્યા છે. CSK પ્લેઑફમાં જગ્યા બનાવી ચૂકી છે અને ટીમને આશા છે કે, બ્રાવો નિર્ણાયક મેચમાં સારું ફૉર્મ આપીને ચેમ્પિયન બનાવવામાં મદદરૂપ થશે

You might also like