દ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જતાં અમદાવાદના વૃદ્ધ દંપતીનું મોત

અમદાવાદ: દ્વારકા ખાતે ગોમતી નદીમાં ડૂબી જતાં અમદાવાદના એક વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર સત્યમ્ સોસાયટી ખાતે રહેતા વાડીલાલ કલ્યાણદાસ પટેલ (ઉ.વ.૮પ) અને તેમનાં પત્ની ચંપાબહેન (ઉં.વ.૮૦) આ દંંપતી ગત તા.૧૪ના રોજ ઘરે ચિઠ્ઠી મૂકી નીકળી ગયા હતા. ચિઠ્ઠીમાં અમારી શોધખોળ ન કરવી તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં આ દંપતીની લાશ દ્વારકાની ગોમતી નદીમાંથી મળી હતી. દ્વારકા પોલીસે આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like