VIDEO: ખંભાળિયાનાં સલાયમાં પોલીસનાં 3 જવાનો પર હુમલો

દેવભૂમિ દ્વારકાઃ જીલ્લાનાં સલાયા પોલીસ દફતરમાં ફરજ બજાવતાં ત્રણ જવાન પર છ રીઢા શખ્સોએ હુમલો કરતા ભારે સનસનાટી મચી ગઈ છે. ત્રણ પૈકીનાં એક કોન્સ્ટેબલને જામનગર ખાતે ખસેડવામાં આવેલ છે. પોલીસે આ આરોપીઓ સામે હત્યા પ્રયાસ અને ફરજમાં રૂકાવટ સહિત ગુનો નોંધી ફરિયાદ કરી છે.

પોલીસે બે શખ્સોને પકડી પાડ્યાં છે. દ્વારકાનાં સલાયા મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા ત્રણ શખ્સો પર સલાયાનાં કુખ્યાત શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. એજાજ રજાક તથા તેનાં બે ભાઈઓ રિઝવાન, અકબર અને કુખ્યાત જાવીદ ઉર્ફે જાવલો સહિતનાં છ સખ્સોએ છરી સહિતનાં હથિયારો લઇને હુમલો કર્યો હતો.

જેમાં કોન્સ્ટેબલ મુકેશ કેસરિયા અને અન્ય બે જવાનોને નાની મોટી ઈજા પહોંચાડી હતી. ઘાતક ઈજા પહોંચતાં કોન્સ્ટેબલ મુકેશને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આરોપીઓનાં ઘર પાસે ઝઘડો થયો હોવાનો કંટ્રોલમાં ફોન પણ આવતાં. પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચતા જ આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે ત્વરીત કાર્યવાહી કરી બે આરોપીઓને દબોચી લીધા હતાં.

You might also like