ફોરેન ટ્રિપ પર ક્રેડિટ કાર્ડ અને પાસપોર્ટ ખોવાઇ ગયા? તો કરો આ કામ

જો તમે વિદેશ ફરવા ગયા છો અને ત્યાં તમારા જરૂરી ડોક્યૂમેન્ટ્સ ખોવાઇ જાય છે તો એવામાં તમારે શું કરવું જોઇએ જેનાથી તમારી ટ્રિપ બગડે નહીં અને તમે એન્જોય કરી શકો. કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખીને કમે બચી શકો છો.

પાસપોર્ટ ખોવાઇ જાય તો…
જો વિદેશમાં પાસપોર્ટ ખોવાઇ જાય અથવા ચોરી થઇ જાય, તો તેની ફરિયાદ પોલીસમાં દાખલ કરાવો. ત્યારબાદ તે દેશમાં આવેલ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો. ત્યાંથી તમને ટેમ્પરરી પાસપોર્ટ આપવામાં આવશે. તમે જ્યાં પણ ફરવા જઇ રહ્યા છો એ દેશની એમ્બસીનો નંબર અને સરનામું પોતાની પાસે રાખો અને નંબર www.archive.india.gov.in/overseas/embassy_detail.php? type=IE આ સાઇટ પરથી પણ શોધી શકો છો.

ઇન્સ્યોરન્સ પેપર ખોવાઇ જાય તો…
તમારા ઇન્સ્યોરન્સ પેપર ખોવાઇ જાય તો સૌથી પહેલા ઇન્સ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર લોગઇન કરવાનો પ્રયત્ન કરો અથવા એ કંપની સાથે જોડાયેલ વ્યક્તિ સાથે સંપર્ક કરો. એના માટે ટ્રાવેલમાંથી પહેલા જ તમારે તેની સાથે જોડાયેલા ફોન નંબર રાખવા પડશે. જો તમારી પાસે નામ, પોલીસી નંબર જેવી જાણકારી હોય અને તમે કંપનીને ઉપલબ્ધ કરાવો છો, તો કંપની તમને ઇમેલથી ડોક્યૂમેન્ટ મોકલી શકે છે.

સામાન ચોરી થઇ જાય તો
જડો એરલાઇનમાં તમારો સામાન ગૂમ થઇ જાય તો, એરલાઇન હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરો. જો 7 દિવસની અંદર તમારા સામાનની જાણ થાય નહીં અને તમારી પાસે ટ્રાવેલ ઇનસ્યોરન્સ છે, તો તમે વળતરનો દાવો પણ કરી શકો છો.

ક્રેડિટ કાર્ડ ખોવાઇ જાય તો...
જો તમારું ક્રેડિટ કાર્ડ ક્યાંય ખોવાઇ જાય તો સૌથી પહેલા બેંકને ફોન કરો. વીઝા કાડ્રસનો ગ્લોબલ હેલ્પલાઇન નંબર www.visa.co.in/ personal/benefits/lostyour card.shtml પરથી મેળવી શકો છો.

આપત્તિમાં ફસાઇ જાવ તો…
જો તમે રાજનિતીક અથવા સામાજિક સંકટના કારણે કોઇ દેશમાં ફસાઇ જાવ છો, તો તમે એ દેશમાં આવેલી ભારતીય એમ્બસીને ફોન કરીને ત્યાંથી પરત લાવવા માટે ટ્રાન્સપોર્ટની સગવડ કરાવી શકાય છે. આવી પરિસ્થિતિમાં કોઇ હોટલનો સહારો લો.

You might also like