Categories: Gujarat

અમદાવાદના અારટીઅોમાં એજન્ટોનું ડુપ્લિકેટ રસીદનું કૌભાંડ

અમદાવાદ: સુભાષ‌િબ્રજ વિસ્તારમાં અાવેલી અારટીઅો કચેરીમાં એજન્ટો દ્વારા પોલીસે ડિટેઈન કરેલાં વાહનોના અારટીઅો મેમો ભરવા માટે બોગસ દસ્તાવેજો બનાવીને અારટીઅોની પહોંચમાં વધુ રકમ દર્શાવી લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ અમદાવાદ અેસઓજી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. એજન્ટોઅે અાવી ૪૦ જેટલી ડિટેઈન કરેલી રિક્ષાઅો છોડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર અાવ્યું છે. પોલીસે ઝુબેરભાઈ સહિતના અનેક એજન્ટ સામે ગુનો નોંધ્યો છે.

સુભાષ‌િબ્રજ ખાતે અાવેલી અારટીઅો કચેરીમાં અનેક એજન્ટના રાફડા ફાટ્યા છે. લાઈસન્સ કઢાવવાથી માંડીને અારટીઅોનાં કોઈ પણ કામ કરવાં હોય તો માત્ર એજન્ટ થકી કરાવવાં પડે છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચના પીએસઅાઈ બી. ડી. ભટ્ટને માહિતી મળી હતી કે અારટીઅોમાં બેસતા એજન્ટ દ્વારા ડુ‌િપ્લકેટ કાગળો અારટીઅોમાં રજૂ કરીને ડિટેઈન કરેલાં વાહનોની રસીદ મેળવી રસીદમાં મોટી રકમ દર્શાવી તેટલી રકમ વાહનચાલક પાસેથી વસૂલ કરવામાં અાવે છે, જેના અાધારે પોલીસે દાણીલીમડા ખાતે અાવેલ ટોઈંગ સ્ટેશનમાં જઈ અમુક ડિટેઈન કરેલી રિક્ષાઅો અંગેની માહિતી મેળવી હતી.

ટોઈંગ સ્ટેશનમાં એક રિક્ષાની રજૂ કરવામાં અાવેલી પાવતીમાં દંડની રકમ રૂ. ૭૯૦૦ દર્શાવી હતી. બીજી ઓટોરિક્ષાની પાવતીમાં ૮૧૦૦ રૂપિયા, ત્રીજી ઓટોરિક્ષાની પાવતીમાં ૬૭૦૦ રૂપિયા દર્શાવેલા હતા, જ્યારે અા ત્રણેય રિક્ષાના અારટીઅો દંડની રકમ માત્ર ૧૦૦થી લઈ ૧૫૦ સુધી થતી હતી. પોલીસે ઓટોરિક્ષાના ડ્રાઈવર અજય પટણી (રહે. જૂના વાડજ)ને બોલાવીને પૂછપરછ કરતાં પોલીસે અોટો‌િરક્ષા ડિટેઈન કરી તે વખતે અારટીઅોનો મેમો અાપવામાં અાવતો હતો. અા મેમો લઈ તેઅો અારટીઅોમાં દંડ ભરવા ગયા ત્યારે દશરથભાઈ નામના એજન્ટ તેઅોને મળ્યા હતા. તેઅોઅે જણાવ્યું હતું કે તમારી રિક્ષા ઝડપથી છૂટી જશે, જેથી અજય પટણીઅે ‌િરક્ષાના કાગળ અને મેમો અાપ્યાં હતાં.

અન્ય એક રિક્ષાચાલક મોહંમદ અેજાઝ શેખ (રહે. વેજલપુર)ની પણ પૂછપરછ કરતાં તેઅો અારટીઅોમાં દંડ ભરવા ગયા ત્યારે કેશવભાઈ ઉર્ફે ભાઉ મરાઠી નામનો એજન્ટ મળ્યો હતો. તેણે પણ ઝડપથી રિક્ષા છોડાવવાનું કહી મેમો અને ‌િરક્ષાના કાગળ માગ્યા હતા. પોલીસે અા તમામની માહિતી મેળવી કેશવ મરાઠી નામના એજન્ટને બોલાવીને પૂછપરછ કરતાં અા ‌િરક્ષાઅોને છોડાવવાનું કામ દશરથભાઈને અાપ્યું હતું અને ઝુબેરભાઈ નામની વ્યક્તિઅે અા બંને કામ અાપ્યાં હતાં. અા સિવાય ૪૦ જેટલી ‌િરક્ષા છોડાવવાનાં કામ પણ અા રીતે જ અાપ્યાં હતાં.

પોલીસ તપાસમાં એજન્ટો પોલીસે ડિટેઈન કરેલાં વાહનોના મેમો વાહનચાલકો પાસેથી લઈ લે છે અને બોગસ ડોક્યુમેન્ટને ખરા તરીકે અારટીઅોમાં રજૂ કરીને અોછો દંડ ભરી અારટીઅોની કાયદેસરની પાવતીમાં અારટીઅોમાં ભરવામાં અાવતા દંડની રકમ કરતાં વધુ રકમ વાહનચાલકો પાસેથી પડાવી લે છે. પ્રાથમિક તપાસમાં અનેક રિક્ષાચાલકો પાસેથી ડિટેઈન કરેલી ‌િરક્ષા છોડાવવા અાવી રીતે વધુ પૈસાની રકમની પાવતી દર્શાવીને પૈસા પડાવ્યા હોવાનું બહાર અાવ્યું છે, જેના પગલે એસઅોજી ક્રાઈમ બ્રાન્ચે જાતે ફરિયાદી બની એજન્ટ ઝુબેરભાઈ સહિતના એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઅોની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અારટીઅોની અંદર અગાઉ પણ ડુપ્લિકેટ રસીદનાં અનેક કૌભાંડ સામે અાવ્યાં છે. એજન્ટો દ્વારા અારટીઅોના અધિકારીઅો સાથે મિલીભગત કરીને ડુ‌િપ્લકેટ રસીદ સહિતનાં અનેક કૌભાંડ કરવામાં અાવે છે. અારટીઅો કચેરીમાં એજન્ટોના રાફડા ફાટી નીકળ્યા છે અને જેના કારણે હરીફાઈમાં પણ અાવાં કૌભાંડ કરવામાં અાવતાં હોવાનું જાણવા મળ્યું છે, જોકે અાવાં કૌભાંડને પૈસા તળે દબાવી દેવામાં અાવે છે. પીએસઅાઈ એન.એન. રબારીઅે જણાવ્યું હતું કે હાલમાં એક-બે એજન્ટોના નામ ખૂલ્યા છે. તપાસમાં વધુ નામ બહાર અાવી શકે છે.

અેજન્ટો પર પ્રતિબંધનું જાહેરનામું છતાં અમલ જ નહીં
શહેરના સુભાષબ્રિજ અને વસ્ત્રાલ વિસ્તારમાં અાવેલી અારટીઅો કચેરીમાં અારટીઅોને લગતાં અનેક કામ કરવામાં અાવે છે, જેમાં શહેરના હજારો લોકો પોતાના વાહનને લગતી અને લાઈસન્સને લગતી કામગીરી કરવા અાવે છે. અારટીઅો કચેરીમાં તથા અાસપાસના સ્થળે અનેક એજન્ટ દ્વારા લોકો પાસેથી છેતરપિંડી અાચરી પૈસા પડાવવામાં અાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરી તેઅોની પાસે અારટીઅોને લગતી કામગીરી કરવાામાં આવે છે.

પોલીસ કમિશનરના ધ્યાને અા બાબત અાવતાં જાહેરનામું બહાર પાડવામાં અાવ્યું છે કે સુભાષ‌િબ્રજ તેમજ વસ્ત્રાલની ખાતેની અારટીઅો કચેરીમાં અાવા એજન્ટના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં અાવે છે. જો કોઈ અા જાહેરનામાનો ભંગ કરે તો તેમની સામે ૧૮૮ મુજબની ફરિયાદ પણ નોંધવાનો અાદેશ પણ કરવામાં અાવ્યો છે, જોકે અા જાહેરનામાનો માત્ર કાગળ પર જ અમલ કરવામાં અાવે છે.

અાવા એજન્ટ સામે પોલીસ દ્વારા એક પણ પ્રકારનો ગુનો નોંધવામાં અાવતો નથી. અનેક એજન્ટ અારટીઅો કચેરીમાં બેસીને અાવી ગેરકાયદે પ્રવૃત્તિઅો કરે છે, છતાં પણ રાણીપ પોલીસ દ્વારા અાંખ અાડા કાન કરી જાહેરનામાનો કોઈ પણ પ્રકારનો અમલ કરાતો નથી. જાહેરનામાનો અમલ ન કરાતો હોઈ પોલીસ અને અારટીઅોની મિલીભગત સ્પષ્ટ રીતે જણાઈ અાવે છે.
અનિરુદ્ધસિંહ મકવાણા

divyesh

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

5 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

5 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

5 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

5 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

5 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

5 hours ago