બનાવટી પાસપોર્ટ પર સગીરને અમેરિકા મોકલનાર ઝડપાયો

અમદાવાદ: બનાવટી પાસપોર્ટ પર સગીરને અમેરિકન ઈમિગ્રેશન વિભાગે ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. ક્રાઈમબ્રાંચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોન્સ્યુલેટ જનરલ ઓફ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાની મુંબઈ સ્થિત રિજિયોનલ ઈન્વસ્ટિગેશન સિક્યુરિટી ઓફિસર ગ્રેગોરે પેલાડીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી કે બોગસ દસ્તાવેજોના આધારે એક સગીરને કડીના યુવકે પાસપોર્ટ બનાવી તેને અમેરિકા મોકલી આપ્યો હતો. જેના આધારે ક્રાઈમબ્રાંચ પીઆઈ એસઆર ટંડેલની ટીમનાં પીએસઆઈ એ.પી. ચૌધરીએ બાતમીના આધારે પિયુષકુમાર રમણલાલ પટેલ (રહે કડી)ની ધરપકડ કરી હતી.

આરોપી યુવકની પૂછપરછ કરતાં તેણે બનાવટી દસ્તાવેજોનાં આધારે જય નામના સગીરને પોતાનો પુત્ર બનાવી નવરંગપુરા પાસપોર્ટ કચેરી ખાતે દસ્તાવેજો રજૂ કરી પાસપોર્ટ મેળવી અને અમેરિકા ખાતે તેનાં વિઝા મેળવી અને તેના અસલ માતા પિતાને ત્યાં સોંપી આવ્યો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આરોપીએ કઈ જગ્યાએ બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો, જયના માતા પિતા કોણ છે વગેરેની તપાસ શરૂ કરી દીધી છે.

You might also like