જાલી નોટો વટાવવા અમદાવાદના નાના વેપારીઓને નિશાન બનાવ્યા

અમદાવાદ: દિવાળીના તહેવારો અગાઉ રૂ. ૧૫ લાખની નકલી ચલણી નોટો શહેરમાં ફરતી કરનાર અને રૂ. ૧૦ લાખની અન્ય નકલી નોટો સાથે ઝડપાયેલા લતીફ ગેંગના સાગરીત મોહંમદ ઐયુબ અને મોહંમદ ઈશરાર ૧૦ દિવસના ‌રિમાન્ડ પર છે.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે અારોપીઓ ૧૪ સિક્યો‌િરટી ફીચર્સમાંથી ૧૦ ફીચર્સ મળેલી નકલી નોટો ધરાવતા હતા, છતાં પણ કોઈને શક ન જાય અને પકડાઈ ન જવાય તે માટે તેઓ પાનના ગલ્લા, ફ્રૂટની લારી તેમજ નાના વેપારીઓને જ નોટ અાપતા હતા. અારોપીઓએ કોઈ પણ મોટા વેપારી, શોપિંગ મોલ કે દુકાનદારોને ત્યાં અા નોટો અાપી ન હતી.

નકલી નોટોના સપ્લાય બાબતે પૂછપરછમાં ફરી એક વાર માલદાનું જ કનેક્શન બહાર અાવ્યું છે. પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી જ ભારતના અન્ય શહેરોમાં નકલી નોટો સપ્લાય કરાય છે. અાટલો મોટો જથ્થો ઉત્તરપ્રદેશના અજગેન જિલ્લાના ઉજાન્ન તાલુકાથી મોહંમદ ઈશરાર લાવ્યો હતો. ઉત્તરપ્રદેશથી અા નોટો અાપનાર શખસને ઝડપવા એસઓજીની એક ટીમ ઉત્તરપ્રદેશ રવાના કરવામાં અાવી છે. હાલમાં તમામ નોટોને પોલીસે એફએસએલમાં મોકલી અાપી છે.

You might also like