દવા લેતા પહેલા ચેતજો…! ગોધરામાંથી ઝડપાયું નકલી દવાનું કારખાનું…

ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી ડુપ્લિકેટ દવા બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ગુજરાત ફાર્માસ્યુટીકલ નામના કારખાનામાથી નકલી પ્યોર ગ્રે 100 નામની દવા બનાવવામાં આવતી હતી. આ કારખાનામાં દરોડા પાડીને પોલીસે દવાના 24,650 બોક્સ જપ્ત કર્યાં છે. પોલીસે કુલ 55 લાખથી વધુ રૂપિયાની દવા જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ દવા મુંબઈની G.N.ફાર્માસ્યુટીકલ કંપનીમાં બનાવાવમાં આવે છે. આમ હવે આ કંપનીને જાણ થતા કંપની દ્વારા તપાસ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારીઓ દ્વારા મળેલી બાતમી આધારે પોલીસે સાતપુલ વિસ્તારમાંથી ચાલતા દવાખાનામાં દરોડા પાડ્યા હતા.

આ દવાખાનામાંથી પોલીસને તપાસ કરતા નકલી દવાનો મોટો જથ્થો મળ્યો છે. આ સિવાય પોલીસને દવા બનાવવાની મશીનરી અને દવા બનાવવામાં આવતી સામગ્રી પણ મળી આવી હતી. આ કારખાનામાં બનાવવામાં આવતી દવાઓનું વેચાણ સ્થાનિક કક્ષાએ નહી પરંતુ વિદેશમાં કરવામાં આવતુ હતુ.

પોલીસે આ કારખાનાના માલિક સામે કોપી રાઈટ, ટ્રેડમાર્કના ભંગ અને છેતરપીંડીની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસાણા નજીકના મંડાલી ગામ પાસે આવેલા ઇન્ડ‌િસ્ટ્રયલ પાર્કમાં ચાલતી નકલી દવા બનાવતી ફેકટરીને સીઆઇડી ક્રાઇમે ઝડપી લઇ આશરે રૂ. બે કરોડનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સીઆઇડી ક્રાઇમે ફેકટરીના માલિક અને સંચાલક વિરુદ્ધ ટ્રેડમાર્ક, કોપીરાઇટ ભંગનો ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ફેકટરીમાંથી રૂ. ૮૧ લાખની કિંમતનો સ્કિન ઇન્ફેકશનમાં વપરાતી ડુ‌પ્લિકેટ ટ્યૂબનો જથ્થો તેમજ મશીનરી જપ્ત કરાઇ હતી.

You might also like