ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોતઃ એક તરુણી ગંભીર

અમદાવાદ: ખેડા-ચકલાસી હાઈવે પર ભૂમેલ ઓવરબ્રિજ પાસે ગઈ મોડી રાતે બે વાગે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક્ટિવા પર જઈ રહેલ પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિનાં ગંભીર ઈજા થવાને કારણે સારવાર મળતા પહેલાં જ મોત થયાં હતાં જ્યારે એક તરુણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે અાણંદ નજીક અાવેલા મંગળપુરા ગામના રહીશ રાજેશભાઈ અંબાલાલ ચાવડા (ઉં.વ.૩૫) તેમનો પુત્ર અનિકેત (ઉં.વ.૧૫) તેમના મિત્ર મહેશભાઈ મંગળભાઈ ગોહિલ (ઉં.વ.૨૮) અને સંબંધીની પુત્ર છાયા દિનેશભાઈ (ઉં.વ.૧૫) અા ચારેય ભૂમેલમાં યોજાયેલા માતાજીના પ્રસંગમાં હાજરી અાપવા અાવ્યા હતા. પ્રસંગ પૂરો થયા બાદ ઉપરોક્ત ચારેય એક્ટિવા પર બેસી મંગળપુરા જવા નીકળ્યા હતા ત્યારે ખેડા-ચકલાસી રોડ પર ભૂમેલ ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે અાવી રહેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં અા ચારેય રોડ પર ફંગોળાઈ ગયા હતા.

અા વખતે રોડ પરથી પસાર થઈ રહેલ અન્ય વાહનચાલકોએ ઊભા રહી જઈ ચારેય ઈજાગ્રસ્તોને નડિયાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ સારવાર મળતાં પહેલા જ રાજેશભાઈ ચાવડા અને તેના પુત્ર અનિકેતનું મોત થયું હતું જ્યારે ગંભીરપણે ઘવાયેલા મહેશભાઈ ગોહિલને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા હતા પરંતુ તેમનું પણ સારવાર મળતા પહેલાં જ મોત થયું હતું. જ્યારે છાયા નામની તરુણી હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

અા ઘટનાને પગલે મોડી રાતે પણ રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયાં હતાં અને રોડ પરનો ટ્રાફિક પણ અાજે વહેલી સવાર સુધી જામ થઈ જતાં અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ડમ્પરને છોડી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં ચકલાસી પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ બચાઉ કામગીરી શરૂ કરી અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like