રેલિંગ તોડી ડમ્પર બ્રિજ પરથી નદીમાં ખાબક્યુંઃ ડ્રાઈવર સહિત ત્રણનાં મોત

અમદાવાદ: રાજપીપળા-ગરુડેશ્વર રોડ પર અાવેલા અક્તેશ્વરબ્રિજ પરથી રેલિંગ તોડી ડમ્પર નદીમાં ખાબકતાં ડ્રાઈવર સહિત ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.  અા અંગેની વિગત એવી છે કે બોડેલીથી રેતી ભરી એક ડમ્પર રાજપીપળા તરફ અાવી રહી હતી ત્યારે અક્તેશ્વરબ્રિજ પર અાગળ જતી ટ્રકને ઓવરટ્રેક કરવા જતાં ડમ્પર બ્રિજની રેલિંગ તોડી ૫૦ ફૂટ નીચે નદીમાં ખાબક્યું હતું. અા અકસ્માતમાં ડમ્પરનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ડ્રાઈવર અશોક તડવી સહિત ત્રણ વ્યક્તિનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ સઘન તપાસ શરૂ કરી હતી.

અા ઉપરાંત વલસાડના કાંઠા વિસ્તારમાં અાવેલા ગામના ૩૦ જેટલા લોકો રામનવમી નિમિત્તે ભાગલ ગામે ચાલતી ભાગવત કથા સાંભળવા ટેમ્પામાં જઈ રહ્યા હતા ત્યારે ધરાસણા ગામ પાસે ટેમ્પાના ચાલકે ‌િસ્ટયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ખાઈ જતાં અા અકસ્માત સર્જાયો હતો, જેમાં ૨૫ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like