કબર ખોદીને ચોરતા હતા દુર્લભ વસ્તુઓ, હવે મળી સજા-એ-મોત

ચયોયાંગ: પૂર્વોત્તરના લિયાઓનિંગ પ્રાંતની એક કોર્ટે કબર ખોદીને દુર્લભ સામાન ચોરનાર ગેંગના એક સભ્યને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા બાદ ફાંસી આપવાની સજા ફટકારી છે. ગેંગના અન્ય સભ્યોને જેલની સજા ફટકારી છે.

યાઓ યુજહોંગના નેતૃત્વવાળા કબર ખોદીને દુર્લભ સામાન ચોરનાર આ ગેંગના લોકોની ધરપકડને લોક સુરક્ષા મંત્રાલયનો પોતાના તરફથી આ સૌથી મોટો ખુલાસો ગણવામાં આવ્યો હતો.

યાઓને કબર પર રેડ, લૂંટ અને પ્રાચીન વસ્તુઓને વેચવા સહિત ઘણા આરોપોમાં દોષી ગણવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે ગેંગ એકદમ સંગઠિત હતી. પોલીસે તેમની પાસેથી 32 બહુમૂલ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી છે. જેમાંથી 16 ગ્રેડ વન રાજ્ય સાંસ્કૃતિક સંરક્ષણ હેઠળ આવે છે.

You might also like