ધમકી મળતા દિલ્હી પોલીસે કન્હૈયા અને ઉમર ખાલીદની સુરક્ષા વધારી

નવી દિલ્હીઃ જેએનયુના વિદ્યાર્થી એવા ઉમર ખાલિદ અને કન્હૈયી સુરક્ષા દિલ્હી પોલીસે વધારી દીધી છે. ગુરૂવારે સાંજે પોલીસને ધમકી સભર ચીઠ્ઠી પ્રાપ્ત થઇ છે. જેમાં લખ્યું છે કે કન્હૈયા અને ઉમર ખાલિદનું માથુ વાઢી દેનારને ઇનામ આપવામાં આવશે. ત્યાર બાદ બંનેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઇકાલે સાંજે છ વાગ્યે દિલ્હી પોલીસને આ મામલે ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ માહિતી આપી છે કે જેએનયુ પાસેના રૂટ પર ચાલી રહેલી 605 નંબરની બસમાં હથિયારો છે. જે ઇન્ડિયા ગેટ પાસેથી પસાર થઇ રહી છે. તે બસમાંથી દેશી પિસ્ટલ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે.

કન્હૈયા, ઉમર ખાલિદને ધમકી- ‘દિલ્હી છોડો નહી તો JNU ઘૂસીને કામ તમામ કરી દઈશું’

પોલીસે તપાસ કરી તો તેમાં પિસ્ટલ અને તારતૂસ સાથે એક ઘમકી ભરેલો પત્ર પણ હતો. જેમાં કન્હૈયા અને ઉમર ખાલીદનું માથુ વાઢી નાખનારને ઇનામ આપવામાં આવશે તેવું લખવામાં આવ્યું હતું. તે પત્ર પર અનીલ જાની નામ લખવામાં આવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને જેએનયુ વિશ્વવિદ્યાલયને પણ એલર્ટ કરી દીધી છે. સાથે જ કન્હૈયા અને ઉમર ખાલીદની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે.

You might also like