અનૈતિક સંબંધના કારણે પિતાએ ત્રણ વર્ષની પુત્રીની હત્યા કરી લાશ ફેંકી દીધી બોરમાં

ગોંડલના બીલિયાળા નજીક બોરમાંથી મળી આવેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીના મૃતદેહની ઘટનાનો ભેદ ઉકેલાઇ ગયો છે. સગીરા સાથેના અનૈતિક સંબંધના કારણે પિતાએ જ તેની પુત્રીની હત્યા કરી નાખી લાશને બોરમાં ફેંકી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ-ગોંડલ હાઇવે પર બીલિયાળા પાસે આવેલ જિનીંગ મિલના બોરમાંથી ત્રણ વર્ષની બાળકીની ચાર દિવસ અગાઉ લાશ મળી આવી હતી.

પોલીસે આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાળકીના પિતા બાબુલાલસિંગ આદિવાસીને કોઇ સગીરા સાથે અનૈતિક સંબંધ હોવાથી આડખીલીરૂપ પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

You might also like