આડેધડ પાર્કિંગના કારણે પીક અવર્સમાં બોપલથી ઘુમા રોડ પર થાય છે ટ્રાફિક જામ

અમદાવાદ: હેરમાં વાહન પાર્કિંગનો પ્રશ્ન જ‌િટલ બનતો જાય છે. મુખ્ય શોપિંગ તેમજ રસ્તા પર આડેધડ પાર્ક કરેલાં વાહનોના કારણે અહીંથી પસાર થતા માણસોની પાડાના વાંકે પખાલીને ડામ જેવી હાલત થાય છે.

ઠેર ઠેર બોપલબ્રિજથી લઈ ઉમિયાધામ મંદિર સુધીના માર્ગ ઉપર રોડની બન્ને બાજુએ આડેધડ પાર્ક કરેલાં વાહનો નજરે પડતાં હોય છે. રહીશો દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા અંગે વખતોવખત રજૂઆત કરાઈ છે, પરંતુ પાલિકાએ આ અંગે કહેવા પૂરતી પણ કામગીરી કરી ન હોવાથી દબાણના કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરતી આવી છે.

બોપલથી ઘુમા રોડ પર બીઆરટીએસના કારણે પણ ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અહીંથી પસાર થતા લોકો પણ આ રોડ પર આડેધડ વાહન પાર્ક કરીને જતા રહે છે અને તેના કારણે ખૂબ ટ્રાફિકની ‌િસ્થતિ સર્જાય છે ત્યારે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગના નિયમોનો કડક અમલ ન કરાવાતાં અને વાહનચાલકો દ્વારા પાર્કિંગના નિયમોની ઐસી કી તૈસી કરીને આડેધડ વાહનોના ખડકલા કરી દેવામાં આવે છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે અને તેમાં બોપલ વિસ્તાર પણ બાકાત રહ્યો નથી.

રોડ પર પાર્ક કરાતાં ફોર વ્હીલરથી પણ ટ્રાફિકનો પ્રશ્ન જ‌િટલ બન્યો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરો વાહનચાલકો પાસેથી મનફાવે તેવા પાર્કિંગના ચાર્જ વસૂલતા હોઇ કેટલીક વખત રોડ પર વાહન પાર્ક કરાય છે. આ મામલે પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

આ બધાં કારણસર ખાસ કરીને સાંજના પિકઅવર્સના સમયે તો બોપલથી ઘુમા રોડ પર સરળતાથી વાહન હંકારવાનું વાહનચાલકો માટે પડકારરૂપ બન્યું છે અને રહીશોનો એક પ્રશ્ન છે કે શહેરમાં શરૂ કરવામાં આવેલી ટોઇંગ વાન પણ અદૃશ્ય થઇ જતાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.

તાજેતરમાં મળેલી મ્યુનિસિપલ ઉચ્ચ અધિકારીઓની અઠવાડિક સમીક્ષા બેઠકમાં ટ્રાફિક સમસ્યાની ગંભીરતાથી નોંધ લેવાય છે, પરંતુ પાર્ક કરાતાં ફોર ‌િવ્હલરના ચાલકો સામે કડકાઇથી કામ લેવામાં આવતું નથી

You might also like