આંબાવાડીના ડ્રાય ફ્રૂટના વેપારીનું અપહરણ કરીને માર માર્યો

અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક વેપારીને રૂપિયાની લેતીદેતીના મામલે અપહરણ કરીને લપકામણ ખાતે આવેલા એક ખેતરમાં લઇ જઇને માર મારતાં પોલીસ ફરિયાદ થઇ છે. રમેશ દેસાઇ સહિત પાંચ લોકોએ વેપારીને માર મારીને બળજબરીપૂર્વક પાંચ લાખ રૂપિયાનું લખાણ લખાવી દીધું હતું.

આંબાવાડી રૂ‌િચક એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાય ફ્રૂટની દુકાન ધરાવતા ૪પ વર્ષીય અનારભાઇ શાહે એ‌િલસ‌િબ્રજ પોલીસ સ્ટેશનમાં રમેશ દેસાઇ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અનારભાઇએ અજયસિંહ શેખાવત પાસેથી રૂ.૧પ લાખ ઉધાર લીધા હતા. અજયસિંહ રમેશ દેસાઇ પાસેથી રૂપિયા લઇને અનારભાઇને આપતો હતો. થોડાક દિવસ પહેલાં અનારભાઇને રૂ.રર લાખ આપવાના નીકળે છે તેવું અજય અને રમેશે કહ્યું હતું.

થોડાક દિવસ પહેલાં બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ અનારભાઇ તેમના ઘરેથી છડાવાડ પોલીસચોકી તરફ જતા હતા ત્યારે એક લાલ કલરની સ્વીફ્ટ કાર તેમની પાસે આવીને ઊભી હતી. કારમાંથી એક યુવક ઊતર્યો હતો અને અનારભાઇને કહ્યું હતું કે હું રમેશ દેસાઇનો ભાઇ ટીનો છું તમે ગાડીમાં બેસી જાઓ. અનારભાઇએ ગાડીમાં બેસવાની ના પાડતાં ટીનાએ બળજબરીથી તેમને ગાડીમાં બેસાડી દીધા હતા. ગાડીમાં પહેલાંથી બીજી વ્યકિતઓ પણે બેઠી હતી.

અનારભાઇનું અપહરણ કરીને તેમને ગાંધીનગર ખાતે આવેલા લપકામણ ગામ પાસે ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા. ખેતરમાં પહેલાંથી રમેશ દેસાઇ અને ભરત દેસાઇ હાજર હતા. રમેશ દેસાઇએ અનારને ત્રણ-ચાર લાફા માર્યા અને કહ્યું કે રૂ.રર લાખ આપી દે.

અનારભાઇએ રમેશ દેસાઇને કહ્યું કે મારે જે હિસાબ છે તે અજય સાથે છે. રમેશ દેસાઇએ અજયને ફોન કર્યો અને કહ્યું હતું કે અનાર મારી પાસે છે, તું અહીંયાં આવી જા, નહીંતર તું કહે ત્યાં હું આવી જાઉં છું. મને મારા પૈસાનો ફેંસલો આજે જ જોઇએ છે. અજયે રમેશ દેસાઇને ફોન પર કહ્યું હતું કે તમે તમારો હિસાબ લઇ લો. મારે કોઇ લેવાદેવા નથી.

રમેશે અનારભાઇને મારી નાખવાની ધમકી આપી હતી અને રર લાખ રૂપિયાનું લખાણ લખાવી દીધું હતું, મોડી રાતે અનારભાઇને ઘરે ઉતારી દીધા હતા. અનારભાઇએ આ મામલે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં રમેશ દેસાઇ, ભરત દેસાઇ, ટીનો દિનેશ તેમજ અન્ય એક વ્યકિત વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પોલીસે તમામ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like