દૂધીનો હલવો

સામગ્રી:  ૫૦૦ ગ્રામ દૂધી (છીણેલી), ૨ ટેબલસ્પૂન ઘી, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ માવો (મોળો), ૧/૨ લિટર દૂધ, ૨ ટેબલસ્પૂન છોલેલી બદામ-પિસ્તાંની કતરણ, થોડા એલચીના દાણા, લીલો મીઠો રંગ, વેનિલા એસેન્સ

બનાવવાની રીત: દૂધીને છોલી છીણી નાખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા નાખી છીણ શેકવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાખવું. તાપ ધીમો રાખવો. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાખવું. બરાબર ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે ઉતારી માવાને છીણીને નાખવો. માવો બરાબર મિક્સ કરી ફરી થોડી વાર ધીમા તાપે ગરમ કરવું. તેમાં બદામ-પિસ્તાંની કતરણ નાખી થાળીને ઘી લગાડી હલવો ઠારી દેવો.

You might also like