દુબઈ શોપિંગ ફેસ્ટિવલઃ અેર ટિકિટના ભાવ બમણા થઈ ગયા

અમદાવાદ: સામાન્ય રીતે દિવાળી અને ક્રિસમસ વેકેશન પૂરું થતાની સાથે એર ટિકિટના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ ૧લી જાન્યુઅારીથી શરૂ થયેલા દુબઈ શોપિંગ ફેસ્ટિવલના પગલે અમદાવાદથી દુબઈની અેર ટિકિટના ભાવ બમણાથી પણ વધી ગયા છે. સામાન્ય રીતે દુબઈની રિટર્ન અેર ટિકિટનો ભાવ ૧૮થી ૨૦ હજાર હોય છે. દુબઈ ફેસ્ટિવલના પગલે હવાઈ મુસાફરીના ભાવ બમણા થઈને ૪૫થી ૫૦ હજાર પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી અને ક્રિસમસની રજાઅોમાં સૌથી વધુ લોકો વિદેશના પ્રવાસે જતા હોય છે. તહેવાર અાવતાની સાથે હવાઈ મુસાફરી અને હોટલનાં ભાડાંમાં ભાવો બમણા થઈ જતા હોય છે. દિવાળી અને ક્રિસમસના સમયે બેંગકોક, થાઈલેન્ડ, સિંગાપોર, શ્રીલંકા જેવાં સ્થળો હોટ અને ફેવરિટ હોય છે. અેર લાઈન્સ કંપની દ્વારા મુસાફરો માટે અવનવી ફ્લાઈટની સ્કીમ પણ મૂકવામાં અાવે છે. પરંતુ ૧લી જાન્યુઅારીથી દુબઈ જતી ફ્લાઈટનાં ટિકિટ ભાડાંમાં વધારો થયો છે. અમદાવાદ દુબઈની વિમાનની વન વે ટિકિટનો ૮થી ૧૫ હજાર વચ્ચે રહેતો હોય છે.

દુબઈ ફેસ્ટિવલ શરૂ થતાંની સાથે દુબઈ જતી દરેક અેર લાઇન્સનાં ટિકિટના ભાવ બમણા થઈ જતા હોય છે. આ અંગે અમદાવાદ ટુર ઓપરેટર અને ટ્રાવેલ આસો.નાં પ્રમુખ મનોજ શાહ જણાવ્યું કે, ‘દર વર્ષે દુબઈ શોપિંગ ફેસ્ટીવલ લાગે છે અને તેની સાથે હવાઈમુસારી નાં ભાવપણ વધી જાય છે. અત્યારે અમદાવાદથી આશરે ૩,૫૦૦થી ૪,૦૦૦ જેટલા લોકો સ્પેશ્યલ દુબઈ શોપિંગ ફેસ્ટીવલ માટે જતા હોય છે. જ્યારે સામાન્ય રીતે દુબઈ જવાનો ટીકીટ રેટ ૧૮,૦૦૦નો હોય છે પણ દુબઈ ફેસ્ટીવલનાં સમયે તે ટીકીટનો ભાવ રૂપિયા ૪૫,૦૦૦-૫૦,૦૦૦ જોવા મળે છે.

૩૨ અોપરેટર વિપુલ પટેલ જણાવ્યું કે ,” ડી. એસ. એફ એટલે કે દુબઈ શોપિંગ ફેસ્ટીવલમાં જવા માટે એક દિવસમાં આશરે 250 જેટલા લોકો દુબઈ જતા હોય છે. જ્યારે એક મહિના ચાલતા આ દુબઈ ફેસ્ટીવલમાં ૭,૫૦૦ જેટલા લોકો અમદાવાદથી દૂબઈ માત્ર ફેસ્ટીવલનાં સમયે જતા હોય છે. ફેસ્ટીવલ પહેલા રૂપિયા ૨૦,૦૦૦માં પડતી ટીકીટ અત્યારે ૪૫,૦૦૦માં પડે છે. કહેવા જઈએ તો ડબલ ભાવ થતો હોય છે

You might also like