જ્યારે દુબઇનાં શેખે કહ્યું જયશ્રીરામ : શેખનાં પત્નીએ પોથી માથે ઉઠાવી

અમદાવાદ : વિખ્યાત રામ કથાકાર મોરારી બાપુ પોતાની રામકથા માટે તો જાણીતા છે જ સાથે સાથે તેઓ પોતાની કથાનાં વિષયો અને કથાનાં સ્થળો મુદ્દે પણ ચર્ચામાં રહેતા હોય છે. તેમની કથાઓ કૈલાસથી માંડીને ચાલુ પ્લેનમાં હોય કે પછી જહાજમાં હોય અતિદુર્ગમ ગણાતા સ્થળો પર પણ તેઓ રામકથા કરી ચુક્યા છે.

હાલમાં જ તેમની કથાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં અબુધાબીનાં શેખ જયશ્રીરામ બોલતા નજરે ચડે છે. સાથે સાથે રામકથાની પોથી શેખના પત્ની ભારતીય પરંપરા અનુસાર માથા પર લઇને કથા હોલમાં પ્રવેશતા સ્પષ્ટ જોઇ શકાય છે. સોશ્યલ મીડિયા પર હાલ આ વીડિયો ખુબ જ ધુમ મચાવી રહ્યો છે.

સોશીયલ મીડિયામાં રહેલા વીડિયો નીચે સંદેશમાં જણાવાયું છે કે, ” એક અતિવિકસિત મુસ્લિમ રાષ્ટ્રતી માન્યતા પ્રાપ્ત વ્યક્તિ જયશ્રીરામ બોલી શકે છે અને તેમનાં પત્ની શ્રીરામકથાની પોથીયાત્રામાં ભાગ લઇ શકે છે. પરંતુ દેશનાં કેટલાક કહેવાતા ધર્માંધ લોકો જયશ્રી રામ તો સમજ્યા પરંતુ ભારત માતા કી જય બોલવામાં પણ વિરોધ છે. જે દેશમાં રહે છે તેનો જય બોલાવવામાં પણ તેમનો ધર્મ ભ્રષ્ટ થઇ જાય છે. તેઓ આની વિરુદ્ધ ફતવાઓ બહાર પાડ્યા કરે છે અને વિવાદિત નિવેદનો આપ્યા કરે છે. શું શેખનો ધર્મ ભ્રષ્ટ થઇ ગયો, શું શેખ ધર્મ ભ્રષ્ટ થઇ ગયા. કે પછી તેમનો ધર્મ અલગ છે ?”

You might also like