હવે બની રહ્યો છે દુબઇમાં અન્ડરવૉટર લક્ઝરી રિસોર્ટ, જરૂરથી કરજો વિઝીટ

4 હજાર કરોડની યોજનાઃ
ફ્લોટિંગ વેનિસનાં નામથી દુબઇમાં મુખ્ય શહેરથી નજીક 4 કિલોમીટર દૂર વર્લ્ડ આઇલેંડ પર 507 મિલિયન પાઉન્ડ્સ એટલે કે લગભગ 4હજાર કરોડ રૂપિયાનાં ખર્ચથી એક રિસોર્ટ બનાવવાની યોજના છે કે જે પરફેક્ટ ઇટલીનાં સૌથી સુંદર શહેર વેનિસ જેવું જ હશે. લગભગ 3હજાર જેટલાં પ્રવાસીઓની ક્ષમતાવાળા આ પાંચ સિતારા રિસોર્ટમાં વેનિસનાં કેનાલ નેટવર્કની એક નકલ તૈયાર કરવામાં આવશે. જેમાં સ્થાનીય નાવ ગોંડોલાસ પણ હાજર હશે.

આ રિસોર્ટમાં માત્ર વેનિસનાં પ્રસિદ્ધ બજાર ‘સૈન માર્કો પિઆજ્જા સ્ક્વેર’ની નકલ જ હાજર નહીં હોય પરંતુ દરેકને પાણીની અંદર જ બનાવવામાં આવશે. જેવી કે પાણીની અંદરની સુવિધાઓમાં અંડરવૉટર કેબિન, દુકાનો તેમજ રેસ્ટોરન્ટ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

કેવી રીતે જવાશે?
અરબ સાગરની વચ્ચે જ બની રહેલ આ રિસોર્ટ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને હોડી, પ્લેન અને હેલિકોપ્ટરથી મુસાફરી કરવી પડશે. ત્યાર પછી લોકો ચાલીને અથવા ગોંડોલામાં બેસીને રિસોર્ટનો પ્રવાસ કરશે. અહીં વેનિસનાં તહેવારોને પણ ઉજવવામાં આવશે. જેવાં કે ‘લા બિયાનલ ડી વેનેજિયા’ અને ‘રેગાટા સ્ટોરિકા’ તહેવારોની ઉજવણી કરવામાં આવશે.

ફ્લોટિંગ વેનિસ રિસોર્ટ દુબઇનો ‘ધ હાર્ટ ઑફ યુરોપ’ પ્રોજેક્ટનો ભાગ હશે. આ પ્રોજેક્ટમાં દુબઇની પાસે આવેલ વધુ 6 આઇલેંડ પર રિસોર્ટ બનાવવામાં આવશે. કે જે યુરોપનાં 6 દેશોનાં નિર્માણ આધારિત હશે. આ દેશો અને શહેરોમાં જર્મની, સ્વીડન, સ્વિટ્ઝરલેંડ, સેંટ પીટર્સબર્ગ અને મોનાકો શામેલ છે.

You might also like