દુબઈની કંપનીએ બનાવ્યાં દુનિયાના સૌથી મોંઘાં ટાયર

નવીદિલ્હી: સંયુક્ત આરબ અમિરાતમાં કારનાં ટાયરનો એક સેટ ચાર લાખ રૂપિયામાં વેચાયો છે તે દુનિયામાં અત્યાર સુધીના સૌથી મોંઘી કારનાં ટાયરનો સેટ છે. દિલચસ્પ વાત એ છે કે આ ટાયરને એક એનઆરઆઈની માલિકીવાળી કંપની ઝેડ ટાયર્સે બનાવ્યાં છે.

તમને સાંભળતાં જ વિચાર આવે કે આ ટાયરમાં એ‍વું તે શું છે જેને કારણે તેની કિંમત આટલી વધુ છે તો તમને જણાવી દઈએ કે તેની ઉપર ૨૪ કેરેટ સોનાનું પાણી ચડેલું છે અને તેમાં ખૂબ જ કીમતી હીરા જડેલા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં આ ટાયરનો સેટ સૌથી મોઘાં ટાયર સેટના રૂપમાં સ્થાન પામ્યો છે. આ કંપનીના સ્થાપક હરજીવન કાંધારી એનઆરઆઈ છે અને કંપની આ રકમને જેનીશેસ ફાઉન્ડેશનને દાનમાં આપશે.

You might also like