દુબઇમાં ભીખ માગવા બદલ થશે 90000નો દંડ અને જેલની સજા

અબુધાબીઃ સામાન્ય રીતે ભારતમાં આપણે ઘણીબધી જગ્યાઓ પર ઘણીવાર ભીખ માગતા લોકોને જોઈએ છીએ અને તેઓ સરળતાથી પૈસા મેળવવા માટે વિકલાંગતાનું નાટક કરતા જોવા મળે છે ત્યારે દુબઈમાં હવે ‌ભિખારીઓને લગતી સજામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ ભીખ માગતાં પકડાશે તો તેમને જેલ તેમજ ૯૦ હજારનો દંડ કરવામાં આવશે.

આ રીતે ભીખ માગવાથી તેમનું જીવન આળસુ બનતું જાય છે, પરંતુ યુએઈ દ્વારા તાજેતરમાં જ ભિક્ષાવૃત્તિ વિરોધી સંઘીય કાયદો પસાર કરાયો છે, જેમાં ભીખ માગનારને ૩ મહિના સુધીની જેલ અને પ૦૦૦ દિરહમ (રૂ.૯૦,૦૦૦)નો દંડ થઈ શકે છે. આ કાયદા અંગેની જાહેરાત સંઘીય રાષ્ટ્રીય સમિતિ દ્વારા ભિક્ષાવૃત્તિનો અંત લાવવા માટે કરવામાં આવી હતી.

જો ભિક્ષાવૃત્તિ માટે કોઈ ગેંગ ચલાવતું હશે તો તેને ૬ મહિના સુધીની કેદ તથા ૧૦,૦૦૦ દિરહમનો દંડ ફટકારવામાં આવશે અનેજો કોઈ વ્યક્તિ તંદુરસ્ત હોવા છતાં પણ ભીખ માગતો જોવા મળશે તો તેને કડક સજા ફટકારવામાં આવશે. ઉપરાંત જે ભિખારીઓ લોકોને લાગણીઓથી, ખોટી વિકલાંગતાનું નાટક કરીને તેમનેે છેતરે છે તેમને પણ કડક સજા ફટકારવામાં આવશે.

You might also like