ડીટીએચ અને કેબલ ટીવીમાં પણ ટૂંક સમયમાં મોબાઇલ જેવી પોર્ટેબિલિટી મળશે

નવી દિલ્હી : મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ ડીટીએચ અને કેબલ ટીવીમાં પણ ટૂંક સમયમાં પોર્ટેબિલિટી મળે તેવી શકયતા છે. ગ્રાહકો સેટટોપ બોકસ બદલાવ્યા વગર ઓપરેટરો બદલી શકે તેવી વ્યવસ્થા કરવા ટ્રાઇ ગંભીરપણે વિચારી રહ્યું છે. ગ્રાહકો કેબલ સેવા અને ડીટીએચની પસંદગી કે સેવાઓમાં પોતાની સુવિધા અનુસાર ફેરફાર કરી શકશે. ટ્રાઇ એવા નવા નિયમો લાવી રહ્યું છે જેનાથી ગ્રાહક પોતાના કેબલ ઓપરેટરને બદલાવવા સક્ષમ બનશે.

હાલ કેબલ ઓપરેટર જેમ કે હેથવે કે ડીટીએચ સેવા આપતી ટાટા સ્કાય અને ડીસ ટીવી પોતાની સેવાઓ હેઠળ એક સેટટોપ બોકસ આપે છે જેની કિંમત ૧પ૦૦થી ર૦૦૦ રૃ. થાય છે. જો ગ્રાહક આ સેવાથી સંતુષ્ટ ન હોય તો તેણે અન્ય ઓપરેટર પાસેથી સેટટોપ બોકસ લેવું પડે છે. તેમાં પહેલું સેટટોપ બોકસ ઉપલબ્ધ થઇ શકતું નથી કારણ કે તેમાં ટેકનિકલ મુશ્કેલી પડે છે. આ માટે ચુકવેલ રકમ પણ પરત મળતી નથી.

આ મામલા સાથે જોડાયેલા એક વ્યકિતએ જણાવ્યં છે કે, ટ્રાઇ આ બધી સમસ્યાઓના સમાધાન માટે એક રણનીતિ તૈયાર કરી રહ્યું છે અને આ દિશામાં બે મહિનાની અંદર જાહેરાતો થશે. ડીટીએચ સેવાઓમાં ગ્રાહક પરિસર ઉપકરણ (સીપીઇ) સેટટોપ બોકસને લઇને એક મુસદ્દો ગયા ફેબ્રુઆરીમાં લઇને આવ્યું હતું. તેના પર અંતિમ ભલામણો પેન્ડિંગ છે. ટ્રાઇ હવે એક નવો કોન્સેપ્ટ લાવી રહી છે અને એક સેવાથી બીજી સેવામાં જવાની સુવિધા મળશે.

અધિકારીએ જણાવ્યું છે કે, કેબલ ઓપરેટરો અને ડીટીએચ સેવા કંપનીઓમાં બદલાવ એવી જ રીતે કરવા વિચારે છે કે જે રીતે આપણે આપણા મોબાઇલ ફોન ઓપરેટર બદલીએ છીએ. આ માટે નંબર બદલવાની જરૃર હોતી નથી. આનાથી ગ્રાહકોને સુવિધા મળશે અને કંપનીઓ વચ્ચે સારી સુવિધા આપવા હરિફાઇ વધશે.

ટ્રાઇના આ પગલાંથી સેટટોપ બોકસના ભાવ પણ ઘટે તેવી શકયતા છે. ટ્રાઇ જો કે આ મામલે ઉદ્યોગ જગત અને ગ્રાહકોના અભિપ્રાયો લેશે. ટ્રાઇ એ પ્રયાસ કરશે કે તમામ હિસ્સેદાર સેટટોપ બોકસ માટે એક માપદંડ અને વિશિષ્ટતા નક્કી કરે જેનાથી કેબલ બ્રોડકાસ્ટિંગમાં પોર્ટિબિલિટીની યોજનાને સફળ બનાવી શકાય.

You might also like