શરીરમાં ક્યાંય પણ સોજો ઘટાડવો હોય તો ડ્રાયફૂટ્સ ખાઓ

શરીરના કોઈપણ અાંતરીક અવયવોની કાર્યક્ષમતા ખોરવાય, ખાસ કરીને રક્તવાહિનીઓમાં ઈન્ફ્લમેશન થાય ત્યારે કાર્ડિઓવેસ્ક્યુલર ડિસિઝ અને સ્વાદુપીંડમાં ગરબડ થાય ત્યારે ટાઈપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ થાય છે. અાંતરિક અવયવોમાં ક્યાંય પણ સોજો અને લાલાસ અાવે ત્યારે લોહીમાં ખાસ પ્રોટીનનું પ્રમાણ વધે છે. અા પ્રોટીનનું પ્રમાણ વધે એટલે હાર્ટડિસિઝનું જોખમ વધેલુ માનવામાં અાવે છે. અમેરિકાના સંશોધકોએ જણાવ્યું કે જે લોકો અઠવાડિયામાં પાંચ વખત મુઠ્ઠી ભરીને ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય તેમના શરીરના અાંતરીક અવયવોમાં ઈન્ફ્લમેશન દર્શાવતા પ્રોટીનની માત્રા ઓછી જોવા મળે છે.

You might also like