શેરબજારમાં શુષ્ક ચાલ

અમદાવાદ: યુરોપીય દેશોમાં આતંકવાદી હુમલા તથા એશિયાઇ બજારમાં જોવા મળી રહેલા ઘટાડા વચ્ચે આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૨ પોઇન્ટના ઘટાડે ૩૧,૨૬૦, જ્યારે એનએસઇ નિફ્ટી ચાર પોઇન્ટના સુધારે ૯,૬૫૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે બજાજ ઓટો કંપનીના શેરમાં ૧.૨૧ ટકાનો સુધારો નોંધાયો હતો. એ જ પ્રમાણે સિપ્લા કંપનીના શેરમાં ૧.૧૦ ટકા, જ્યારે હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ૦.૭૧ ટકાનો વધારો નોંધાયો હતો. સન ફાર્મા, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૦.૮૦ ટકા સુધીનો શરૂઆતે સુધારો જોવાયો હતો તો બીજી બાજુ આઇટીસી, કોલ ઇન્ડિયા અને એચડીએફસી કંપનીના શેરમાં ૦.૮૦ ટકાથી ૧.૩૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે એફએમસીજી, આઇટી અને મેટલ કંપનીના શેર પ્રેશરમાં જોવાયો હતા, જ્યારે બેન્ક, ઓટોમોબાઇલ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી.

http://sambhaavnews.com/

You might also like