ડ્રાયફૂટ્સના આ લાડુ તમને તમામ બિમારીઓથી દૂર રાખશે

શિયાળામાં શરદી અને ઉધરસની તકલીફ સામાન્ય રીતે તમામ લોકોમાં જોવા મળે છે. આવા સમયે જો ખાવા પીવાની ચીજવસ્તુઓનું સંતુલન કરવામાં આવે તો આવી નાની નાની બિમારીઓથી બચી શકાય છે. ડ્રાયફૂટ્સના લાડુ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા હોય છે. તે શરદી અને ઉધરસ જેવી બિમારીને દૂર રાખવામાં પણ મદદરૂપ છે. તો આવો જાણીએ કેવી રીતે બને છે આ લાડુ

સામગ્રી : ઠળિયા કાઢેલી ખજૂર બે કપ, શેકેલા પિસ્તા એક કપ, શેલી બદામ એક કપ, કાજુ અડધો કપ, કંડેસ્ડ દૂધ 1 કપ, 2 મોટા ચમચા ખાંડ, 2 ટી સ્પૂન ઘી, 1 ટી સ્પૂન ઇલાયચી પાવડર, પાણી જરૂરત મુજબ.

રીત: સૌ પ્રથમ બધા જ ડ્રાયફૂટ્સને ઝીણાં કાપી લો. હવે એક કઢાઇમાં કંડેસ્ડ દૂધ નાંખીને તેમાં થોડુક પાણી નાંખો અને ધીમા તાપે ગેસ પર મુકો. તેમાં થોડીક ખાંડ નાંખો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં ખજૂર નાંખો. ખજૂર નાંખીને 10થી 12 મિનિટ સુધી ધીમા ગેસ પર ચઢવા દો. ખજૂર જ્યારે ઘટ્ટ થઇ જાય ત્યારે તેમાં ઇલાયચીનો પાવડર અને ડ્રાયફૂટ્સ નાંખીને હલાવી લો. હવે એક પ્લેટમાં ઘી લગાવી તેમાં આ મિક્સર નાંખીને ઠંડુ કરો. મિક્સર થોડુક ઠંડુ થાય એટલે તેના નાના લાડુ વાળી લો.

You might also like