સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને કેલરી હોય છે. પરંતુ જો મર્યાદિત માત્રામાં તેનો ખાવામાં આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

એન્ટિઓક્સિડન્ટથી સમૃદ્ધ એવાં વિવિધ સૂકા મેવામાં વિટામિન E, મોનો અનસેચ્યુરેટેડ ફેટ્સ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર અને કોપર હોય છે. મહત્વનું છે કે નટ્સથી હાર્ટ ડિસીસ થવાનું જોખમ પણ ઘટે છે. એ ખરાબ કોલેસ્ટ્રોલનાં લેવલને નીચે કરવામાં તેમજ સારા કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

નટ્સની જો વાત કરીએ તો નટ્સમાં પિસ્તા એ કેલ્શિયમ, વિટામિન E અને વિટામિન Kનો ઉત્તમ સ્ત્રોત છે. તેમજ પિસ્તામાં વિટામિન B-6 અને થાયેમિન પણ ખૂબ સારી એવી માત્રામાં રહેલ છે.

નટ્સમાં અખરોટ એ મગજનાં કોષોને સ્વસ્થ તેમજ તંદુરસ્ત રાખે છે. અખરોટનું જો નિયમિત સેવન કરવામાં આવે તો મોટી ઉંમરે થતાં ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવાં રોગો સામે પણ જરૂરી રક્ષણ મળે છે.

આ જ રીતે જો બદામ ખાવામાં આવે તો તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન E અને મેગ્નેશિયમ જેવાં તત્વો હોવાંથી તે પણ મગજનાં કોષોને ખૂબ પોષણ આપે છે. ઉપરાંત હાડકાંને મજબૂત કરે છે અને સાથે-સાથે તમારા સ્વાસ્થ્યને પણ સુધારે છે.

જુદા-જુદા નટ્સનાં અલગ અલગ ફાયદા પણ રહેલાં છે. જેમ કે અંજીરમાં મિનરલ્સ અને પોષક તત્વો ઉપરાંત ભરપૂર ફાઈબર હોવાંને લીધે તે આંતરડાની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે અને કબજિયાતને પણ દૂર કરે છે.

You might also like