પિતા પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલી પત્નીની પતિએ જ કરી હત્યા

વડોદરા : મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ ગણેશનગરમાં શનિવારે સવારે પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. વાત વણસતા મારામારી સુધી આવી પહોંચી હતી. બાપ બેટા વચ્ચે થઇ રહેલાં ઝગડાને અટકાવવા વચ્ચે પડેલી મહિલાને તેનાં જ પતિનાં હાથે ચપ્પુનો ઘા વાગતા મોત નિપજ્યું હતું. હૂમલા દરમિયાન પતિ દારૂનાં નશામાં હતો. તેણે નશામાં જ પોતાનાં પુત્ર પર હૂમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હાલ આરોપી પતિનિ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાનાં પાંડોર ગામનો વતની બારીઆ પરિવાર વર્ષોથી ગણેશનગરમાં રહે છે. પરિવારનાં મોભી છત્રસિંહ બારિયા છૂટક મજુરી કામ કરે છે. જો કે તેને દારૂનું વ્યસન હોવાથી રોજિંદી રીતે પરિવારમાં કકળાટ થતો હતો. દારૂપીને આવતા છત્રસિંહ અને પત્ની તથા પુત્ર વચ્ચે રોજ ઝગડાઓ થતા હતા. મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરતા શારદાબેન સવારે નોકરી જવાનું હોય પોતાનાં રોજિંદા ક્રમ અનુસાર 8.30 વાગ્યે ઘરેથી નિકળ્યા હતા. છત્રસિહ પણ પોતાનાં ક્રમાનુસાર સવારે તૈયાર થઇને નિકળી ગયા હતા.

જો કે રાત્રે નશામાં પરત ફરેલા છત્રસિંહ અને તેનાં પુત્ર વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. ત્યાર બાદ છુટ્ટાહાથની મારામારી થઇ ગઇ હતી. જો કે પિતા પુત્ર વચ્ચે ચાલી રહેલા ઝગડાએ ખુબ જ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. છત્રસિંહે ખીચ્ચામાંથી ચાકુ કાઢીને હૂમલો કર્યો હતો. જે તેને બરડાનાં ભાગે ઇજા થઇ હતી.જેથી મહિલા વચ્ચે પડતા બીજો ઘા મહિલાને લાગ્યો હતો. જે ગળામાં લાગ્યો હતો. મહિલા ઘટનાં સ્થળે જ ફસડાઇ પડી હતી અને તેનું મોત નિપજ્યું હતું.

You might also like