નશામાં ધૂત મહિલાએ ટોઇલેટમાં ટિશ્યૂની જગ્યાએ પાસપોર્ટ પેઇજનો ઉપયોગ કર્યો

લંડન : એક મહિલાએ ટોઈલેટમાં ટિશ્યૂ પેપરની જગ્યાએ પાસપોર્ટના પેઇજનો ઉપયોગ કર્યો જેના લીધે તેને થાઈલેન્ડ એરપોર્ટથી પરત મોકલી દેવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે ફેઓ વિલ્શન નામની મહિલા બ્રિટિશ સિટિજન છે, અને તે વેકેશનની મજા માણવા માટે થાઈલેન્ડ આવી હતી પરંતુ એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવી હતી. ઙ્ગફેઓ વિલ્સન બ્રિટિશ સિટિજન છે અને તે હેરડ્રેશર છે. ફેઓ થાઈલેન્ડમાં એક મહિનાનું રોકાણ કરવા આવી હતી.

ફેઓ દુબઈથી થાઈલેન્ડની કનેકટિંગ ફલાઈટમાં આવી હતી. પાસપોર્ટમાંથી કેટલાક પેઇજ ગાયબ જણાતા એરપોર્ટ અધિકારીઓએ ફેઓની અટકાયત કરી.  પુછતાછમાં ફેઓએ જણાવ્યું કે તે નશાની હાલતમાં પેઇજ ફાડ્યા હતા. ફેઓએ જણાવ્યું કે તેણે ટોઈલેટમાં ટિશ્યૂની જગ્યાએ પાસપોર્ટ પેઇજનો ઉપયોગ કર્યો હતો.

ફેઓનું કહેવું છે કે તે અનેકવાર થાઈલેન્ડ આવી છે. ટોઈલેટમાં ટિશ્યૂ ન મળતા પાસપોર્ટના એક કે બે પેઇજ ફાડ્યા હતા. ફેઓએ જણાવ્યું કે તે પુછતાછ દરમિયાન કારણજણાવવામાં શરમ અનુભવી રહી હતી. એરપોર્ટ અધિકારીઓએ ફેઓના દસ્તાવેજ જપ્ત કર્યા અને તેને પરત મોકલી આપી.

You might also like