નશામાં ધૂત સિપાહીએ મહિલા કોન્સ્ટેબલની સામે કર્યું હસ્તમૈથુન

નવી દિલ્હી: દિલ્હીમાં નશામાં ધૂત એક પોલીસ કોન્સ્ટેબલએ બે સાથી મહિલા કોન્સ્ટેબલની સાથે અશ્લીલ હરકત કરી છે. કોન્સ્ટેબલએ હદ પરા કરતાં પોતાના કપડાં ઉતારીને મહિલા કોન્સ્ટેબલની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો. આ શરમજનક ઘટના બાદ આરોપી કોન્સ્ટેબલમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ બાબતની તપાસ ચાલી રહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બાબત દિલ્હી પોલીસ ટ્રેનિંગ કેમ્પની છે. ગત સાંજ લગભગ 6 વાગ્યે આરોપી કોન્સ્ટેબલ દારૂના નશામાં મહિલાઓના મેસમાં પહોંચ્યો. એ સમયે મહિલા કોન્સ્ટેબલ સાંજનો નાસ્તો કરી રહી હતી. આરોપી એક મહિલાની પાછળ બેસીને અશ્લીલ હરકતો કરવા લાગ્યો. વિરોધ કરવા પર ખરાબ વર્તણૂંક કરવા લાગ્યો.

ત્યારબાદ કેટલીક મહિલા કોન્સ્ટેબલે આરોપીને સીનિયર અધિકારીને ફરીયાદ કરી દેવાની ધમકી આપી. આ ધમકી બાદ આરોપી શાંત થઇને ત્યાંથી માફી માંગીન ચાલ્યો ગયો. પરંતુ થોડા સમય બાદ આરોપી પોતાની છત પર પહોંચ્યો અને પોતાના કપડાં ઉતારવા લાગ્યો. ત્યારબાદ બીજી મહિલા સામે હસ્તમૈથુન કરવાનું શરૂ કરૂી દીધું.

આરોપીની હરકતને જોઇને કેટલીક મહિલાઓએ અલાર્મ વગાડી દીધું. આ બાબતની ફરીયાદ સીનિયર સાથે કરવામાં આવી. ફરીયાદ સાંભળતા જ સીનિયર ઓફિસરોએ કોન્સ્ટેબેલની સસ્પેન્ડ કરી દીધો. આરોપીને ત્યાં મહિલા કોન્સ્ટેબલની ટ્રેનિંગ માટે રાખવામાં આવ્યો હતો. આરોપીને સસ્પેન્ડ કર્યા બાદ એની ઉપર વધારે તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like